Site icon Revoi.in

આજે ટી-20 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ભારત અને ઈંગલેન્ડ સામસામે

Social Share

દિલ્હીઃ- ટી 20 વર્લ્ડ કપને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે ત્યારે એજ રોજ ટી 20 વર્લ્ડકપની સેમીફાઈનલ મેચ પર સૌ કોઈની નજર છે, આજે ભારત સામે ઈંગલેન્ડ મેદાનમાં રમવા ઉતરશે ઉલ્લેખનીય છે કે 35 વર્ષ બાદ ટી 20 વર્લ્ડકપમાં ભારત સામે ઈંગલેન્ડ જોવા રમતું જોવા મળશે.મહત્વની વનાત એ છે કે જો આજે  ભારતીય ટીમ આ મેચ જીતશે તો 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાનાર ટી 20 વર્લ્ડકપની  ફાઇનલમાં તેનો સામનો  પાકિસ્તાન સામે થશે.

ઉલ્લેખનીય છે કે  પાકિસ્તાનની ટીમે બુધવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાનની ટીમ 2009 બાદ પ્રથમ વખત ફાઇનલમાં આવી  હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પણ 2014 પછી પ્રથમ વખત ફાઇનલમાં પોતાનું સ્થાન જમાવવા મેદાનમાં ઉતરી રહી છે.

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં   2014માં શ્રીલંકા સામે પરાજીત થઈ હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ એડિલેડ ઓવલમાં આજે રમાનાર છે.રતે આ મેદાન પર અત્યાર સુધીમાં બે T20 રમી છે અને બંનેમાં જીત હાંસલ કરી છે. વર્ષ 2016માં ભારતે ઓસ્ટ્રેલિયાને  37 રનથી હરાવ્યું હતું. આ સાથે જ આ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશનો પાંચ રને પરાજય થયો હતો.ત્યારે હવે ફરી સેમી ફાઈનલમાં આજે ભારતની જીત પર સૌ કોઈની મીટ મંડાઈ રહી છે.