ભારતના લોકતંત્રના ઈતિહાસનો આજે મહત્વનો દિવસ, 13 મેના રોજ યોજાયું હતું સ્વતંત્ર ભારતનું પ્રથમ સત્ર
- ભારતના લોકતંત્રના ઈતિહાસનો આજે મહત્વનો દિવસ
- 13 મેના રોજ યોજાયું હતું સ્વતંત્ર ભારતનું પ્રથમ સત્ર
આજકાલ આપણે દર વર્ષએ સંસંદ સત્ર યોજાય તેવા સમાચારો સાંભળતા હોય છએ જો કે આપણ ામનમાં એક પસ્શન પણ થવો જોઈએ કે ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત સંસંદ સત્ર ક્યારે યોજાયું હશે? તો આજે આ ખાસ દિવસ વિશે વાત કરીશું કારણ કે સ્વતંત્ર ભારતનું પ્રથમ સત્ર 13 મે ના રોજ યોજાયું હતું.
13 મે એ ભારતના લોકશાહી ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ છે. સ્વતંત્ર ભારતનું પ્રથમ સંસદ સત્ર 13 મે 1952ના રોજ બોલાવવામાં આવ્યું હતું. ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાની રચના 3 એપ્રિલ 1952ના રોજ થઈ હતી અને તેનું પ્રથમ સત્ર 13 મે 1952ના રોજ યોજાયું હતું. એ જ રીતે, લોકસભાનું પ્રથમ સત્ર 13 મે 1952ના રોજ યોજાયું હતું.
25 ઓક્ટોબર 1951 થી 21 ફેબ્રુઆરી 1952 દરમિયાન યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 364 બેઠકો જીતી હતી. જે બાદ 17 એપ્રિલ 1952ના રોજ પ્રથમ લોકસભાની રચના કરવામાં આવી હતી. લોકસભાનું પ્રથમ સત્ર 13 મે 1952ના રોજ શરૂ થયું હતું.
આ સત્ર વિશએ જો વધુ વાત કરીએ તો જી.વી. માવલંકર લોકસભાના પ્રથમ સ્પીકર હતા અને એમ અનંતસયનમ અયંગર ડેપ્યુટી સ્પીકર હતા.લોકસભા પુખ્ત મતાધિકારના આધારે સીધી ચૂંટણી દ્વારા પસંદ કરાયેલા લોકોના પ્રતિનિધિઓથી બનેલી છે. તેથી જ તેને લોકપ્રિય રૂમ કહેવામાં આવે છે.
3 એપ્રિલ 1952ના રોજ પ્રથમ સામાન્ય ચૂંટણીઓ બાદ કાઉન્સિલ ઓફ સ્ટેટ્સની રચના કરવામાં આવી હતી. 23 ઓગસ્ટ 1954ના રોજ કાઉન્સિલે તેનું નામ બદલીને રાજ્યસભા કરી દીધું. તેનું પ્રથમ સત્ર પણ 13 મે, 1952ના રોજ યોજાયું હતું.
જો કે 13 મે બીજી ઘણી રીતે પણ યાદગાર દિવસ છે કારણ કે આજના દિવસે દેશમાં તેમજ વિશ્વના ઘણા ભાગોમાં મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી. ભારતે પણ આ દિવસે વિશ્વને તેની પરમાણુ શક્તિનો અહેસાસ કરાવ્યો હતો.