Site icon Revoi.in

આજે ભવ્ય ગાંધીનો જન્મદિવસ, તારક મહેતામાં ટપ્પુની ભજવી હતી ભૂમિકા

Social Share

મુંબઈ : સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. આ શોના દરેક પાત્રએ દર્શકોના હૃદયમાં એક અલગ જ સ્થાન બનાવ્યું હતું. શોના દરેક પાત્રની એક અલગ જ શૈલી હતી જે ફેંસના દિલમાં ઉતરી ગઈ હતી અને હજી પણ પસંદ આવી રહી છે. આ શોમાં ટપ્પુની ભૂમિકા ભજવનાર ભવ્ય ગાંધીએ ઘણા વર્ષોથી આ શોમાં કામ કર્યું હતું અને પછી આ શો ને અલવિદા કહી દીધું હતું.

આજે ભવ્ય તેનો 24 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેનો જન્મ 20 જૂન 1997 માં મુંબઇમાં થયો હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે ભવ્યની ફેન ફોલોઇંગ ઘણી વધી ગઈ. પરંતુ આ શો છોડવો તેની કારકિર્દી માટે ખૂબ જ ખોટો સાબિત થયો. આ શો છોડ્યા પછી ભવ્ય ઘણા પ્રોજેક્ટ્સમાં દેખાયો પણ તેમને તારક મહેતા જેવી ખ્યાતિ ક્યાંય મળી નહીં.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં છોડતાની સાથે જ ભવ્યને એક ગુજરાતી ફિલ્મની ઓફર કરવામાં આવી. તેમણે ઘણી ગુજરાતી ફિલ્મો અને જાહેરાતોમાં કામ કર્યું છે. આ ફિલ્મ તેમના ચાહકોને વધારે પસંદ આવી ન હતી.

રિપોર્ટ્સની વાત માનીએ તો, ભવ્યના વર્તનને લીધે મેકર્સ નારાજ થઇ ગયા હતા, જેના કારણે તેઓએ એક્ટરને શોમાંથી બહાર જવાનો રસ્તો બતાવ્યો હતો. પરંતુ બાદમાં એક મુલાકાતમાં ભવ્યએ આ બધી બાબતોને અફવા ગણાવી હતી અને કહ્યું હતું કે, તે એક જ પ્રકારનો રોલ કરતા કંટાળી ગયો હતો, જેના કારણે તેણે આ શોને અલવિદા કહી દીધું હતું. તેણે કહ્યું હતું કે થોડા સમય પછી મને લાગવા માંડ્યું હતું કે, હું કંઇ નવું નથી કરી રહ્યો અને હું જે કરી રહ્યો છું તેનાથી ખૂબ ઉત્સાહિત ન હતો. જેના કારણે હું પરેશાન થવા લાગ્યો અને ત્યારબાદ મેં શો છોડી દેવાનો નિર્ણય કર્યો હતો.

થોડા સમય પહેલા ભવ્યના પિતાનું કોરોનાને કારણે મોત નિપજ્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર તેના પિતાના મોતની માહિતી આપી હતી. તેણે એક ઇમોશનલ પોસ્ટ શેર કરી હતી. પિતાના નિધન બાદ ભવ્ય ખુબ જ ખરાબ રીતે તૂટી ગયો.