દિલ્હી –કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે 9 ડિસેમ્બરેન રોજ 77મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીને તેમના 77માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
સોનિયા ગાંઘીને શુભેચ્છાઓ પાઠવવતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “શ્રીમતી સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા. ભગવાન તેમને લાંબુ આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય આપે.
Best wishes to Smt. Sonia Gandhi Ji on her birthday. May she be blessed with a long and healthy life.
— Narendra Modi (@narendramodi) December 9, 2023
આ સહિત કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીની જાહેર સેવા અને સમાજના ગરીબ અને વંચિત વર્ગના ઉત્થાન પ્રત્યેની પ્રતિબદ્ધતાએ અબજો લોકોના દિલ જીતી લીધા છે. તેમણે કહ્યું, ‘તેમની જીવનયાત્રા આપણા બધા માટે પ્રેરણારૂપ છે. તેણીએ અત્યંત પડકારજનક સમયમાં ખૂબ જ ધીરજ સાથે કોંગ્રેસનું નેતૃત્વ કર્યું અને યુપીએ સરકારના આર્કિટેક્ટ હતા, જેણે બધા માટે કલ્યાણ અને દેશ માટે ઝડપી વિકાસ કર્યો.