આજે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 98મી જન્મજયંતિ છે, જેને ભાજપ દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે ‘સદૈવ અટલ’ પર પહોંચીને પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી. રાજનીતિમાં સાદગી, સરળતાના અને સહજતાના પ્રતિક એવા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના વ્યક્તિમાં જોવા મળે.
અટલ બિહારી વાજપેયીનો જન્મ 26 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. ગ્વાલિયર-મધ્ય પ્રદેશમાં કૃષ્ણબિહારી વાજપેયીને ત્યાં જન્મેલા અટલબિહારી વાજપેયી કવિ હૃદય ધરાવતાં વ્યક્તિત્વ છે અને આ કવિ હૃદય તેમને વારસામાં તેમના પિતાથી મળ્યું છે, કારણ કે કૃષ્ણબિહારી વાજપેયી પણ અધ્યાપક અને કવિ હતાં. અટલ બિહારી વાજપેયી.ના શબ્દોમાં એવો જાદું હતો કે લોકો તેમને સાંભળતા મંત્રમુગ્ધ થઈ જતા હતા.
ભારત રત્ન ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની કવિતા “આઓ ફિર સે દિયા જલાયેં” ના આ અમૂલ્ય શબ્દો તેમની જેમ અડગ છે. આજે 25મી ડિસેમ્બરે ભારતના અમૂલ્ય રત્ન અટલ બિહારી વાજપેયીનો જન્મ થયો હતો. આ જ કારણ છે કે આજે તેમની જન્મજયંતિ પર આખો દેશ અટલજીને યાદ કરી રહ્યો છે. તેઓ નીતિ સિદ્ધાંત, વિચાર અને વર્તનના સર્વોચ્ચ શિખર પર રહીને હંમેશા જમીન સાથે જોડાયેલા નેતા રહ્યા. તેમણે ક્યારેય રાજકારણમાં નાના દિમાગથી કામ કર્યું નથી.
અટલ બિહારી વાજપેયીએ 2005માં જ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી. અટલજી, જે એક મજબૂત વક્તા હતા, તેમણે ભારતીય રાજકારણમાં તેમના વ્યક્તિત્વ અને કાર્યની અમીટ છાપ છોડી દીધી, જેણે ભારતીય રાજકારણને હંમેશ માટે બદલી નાખ્યું. જેમાં ભારતને પરમાણુ શક્તિ બનાવવી, પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવાના પ્રયાસમાં સરળ મુત્સદ્દીગીરી, કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવવું, સુવર્ણ ચતુર્ભુજ યોજના, તેમજ અન્ય ઘણી સિદ્ધિઓનો સમાવેશ થાય છે.
ભારતીય જનસંઘના સ્થાપકોમાંના એક અટલ બિહારી વાજપેયી 1968-1973 સુધી તેના પ્રમુખ હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ અટલ જી, દેશભરમાં તેમની લોકપ્રિયતાનું પરિણામ હતું કે તેઓ ચાર દાયકા સુધી ભારતીય સંસદના સભ્ય રહ્યા. તેઓ એકમાત્ર એવા રાજકારણી હતા જેમણે ચાર રાજ્યોમાં છ લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે લખનૌ, ઉત્તર પ્રદેશના બલરામપુર, ગુજરાતના ગાંધીનગર, ગ્વાલિયર અને મધ્ય પ્રદેશમાં વિદિશા અને દિલ્હીની નવી દિલ્હી સંસદીય બેઠકથી ચૂંટણી જીતી હતી.
અટલ બિહારી વાજપેયી ત્રણ વખત ભારતના વડાપ્રધાન બન્યા. 1996માં પહેલા 13 દિવસ, પછી 1998માં 13 મહિના અને તે પછી 1999થી 2004 સુધીનો કાર્યકાળ પૂરો કર્યો. ગામના લોકો તેમની સાથે જોડાયેલા અનુભવતા હતા. તેઓ દેશના ખેડૂતો માટે ખૂબ જ સંવેદનશીલ હતા અને હંમેશા ખેડૂતો માટે કંઈક કરવા માંગતા હતા.