આજે આંતરરાષ્ટ્રીય ‘ચા’ દિવસ, ભારતીયોના ફેવરિટ પીણામાં ચા, જાણો આ દિવસની ઉજવણી વિશેની કેટલીક મહત્વની વાતો
- આંતરરાષ્ટ્રીય ચા દિવસ
- ભારતીયોનું ફેવરિટ પીણુ એટલે પહેલા ચા
આપણા દરેક લોકોની સવાર ચા સાથે શરુ થાય છે. સવાર હોય બપોર હોય કે પછી કોઈના ઘરે મહેમાનગતિ હોય ચા તો આપણી સંસ્કૃતિમાં જાણે વસેલી છે, ચા મોટા ભાગના લોકોનું ફેવરિટ પીણું છે ત્યારે આજે એટલે કે 21 મેના રોજને આતંરરાષ્ટ્કરીય ચા દિવસ તરીકે મનાવવામાં આવે છે,તો ચાલો જાણીએ આ દિવસની ઉજવણી વિશેની કેટલીક વાતો.
શા માટે 21 મે ના રોજ આ દિવસ ઉજવાય છે જાણો?
પ્રથમ ઈન્ટરનેશનલ ટી દિવસ 2005 માં નવી દિલ્હી, ભારતમાં યોજવામાં આવી હતી. જો કે, 2015 માં, ભારત સરકારે યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસનો વિસ્તાર કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. યુનાઈટેડ નેશન્સ 21 મેને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવે છે તેનું કારણ એ છે કે મોટાભાગના ચા ઉત્પાદક દેશોમાં મે મહિનામાં ચાના ઉત્પાદનની સિઝન શરુ થતી હોય છે.
ચા એ વિશ્વમાં પાણી પછી બીજા નંબરનું સૌથી વધુ પીવામાં આવતું પીણું છે. ઉત્તર ભારત, ઉત્તર મ્યાનમાર અને દક્ષિણપશ્ચિમ ચીનને ચાનું મૂળ સ્થાન માનવામાં આવે છે. ઘણા મોટા અને નાના પરિવારો ચાની ખેતી સાથે સંકળાયેલા છે. આ કારણે, ચાના વપરાશ અને માંગમાં વધારો કરવા પર ભાર આપવા માટે દર વર્ષે 21 મેને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ સહતી આંતરરાષ્ટ્રીય ચા દિવસનો હેતુ ચાના ઉત્પાદનમાં વધારો કરીને તેના વિશે જાગૃતિ ફેલાવવાનો અને ભૂખમરો અને ગરીબીમાં તેના મહત્વને પ્રકાશિત કરવાનો છે.બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, વિયેતનામ, ઇન્ડોનેશિયા, કેન્યા, માલાવી, મલેશિયા, યુગાન્ડા, ભારત અને તાન્ઝાનિયા જેવા દેશોમાં દર વર્ષે 15 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવે છે.
ચીન હાલમાં ચાનો સૌથી મોટો નિકાસકાર છે. 2007માં ટી બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ મુજબ ભારતમાં ઉત્પાદિત કુલ ચાના લગભગ 80 ટકા સ્થાનિક લોકો દ્વારા વપરાશ કરવામાં આવે છે.