Site icon Revoi.in

23 માર્ચે વિર ભગતસિંહની પુણ્યતિથિ, આજનો આ દિવસ શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે

Social Share
આજે 23 માર્ચે એટલે શહીદ દિવસ આજનો દિવસ દેશ માટે બલિદાન આપનારા લોકોનો દિવસ આ દિવસે ખાસ આ લોકોને યાદ કરવામાં આવે છે.ખાસ કરીને  ક્રાંતિકારી ભગત સિંહની આજે  પુણ્યતિથિ છે જેથી આજે 23 માર્ચને હીદી દિવસ અથવા બલિદાન દિવસના રૂપમાં યાદ કરવામાં આવે છે.
આઝાદી માટે 23 વર્ષની વયે ફાંસી પર ચઢનારા ભગત સિંહ ઈંકલાબ જિંદાબાદ અને સામ્રાજ્યવાદ મુર્દાબાદના નારા લગાવતા હતા. 23 માર્ચ 1931ના રોજ લાહોરની સેંટલ જેલમાં ક્રાંતિકારી રાજગુરૂ અને સુખદેવન્જી સાથે ફાંસીની સજા ભોગનારા ભગતસિંહની મૃત્યુ પહેલા અંતિમ ઈચ્છા હતી જે પુરી થઈ શકી નથી.
૨૩ મી માર્ચ ૧૯૩૧ના રોજ સાંજે ૭ કલાકે અને ૩૦ મિનિટે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ખુબ જ નાની વયે લાહોરની જેલમાં ફાંસીના માંચડે ચઢાવવામાં આવ્યા હતા.. તેઓના મુખે હંમેશાથી આ શબ્દો રહેતા હતા કે આપણી શહાદતમાં જ આપણી જીત છે.
દેશ માટે આ વીરોએ પોનાના પ્રાણની પરવાબહ કર્યા વીના કોઈ પણ ખચકાટ વગર પોતાનું સમગ્ર જીવન દાવ પર લગાવી દીધુ હતુ. અંગ્રેજોને જ્યારે એ વાતની જાણ થઈ કે આ દેશભક્તો દેશ માટે કોઈ પણ હદ પાર કરી શકે છે,એ માટે અંગ્રેજોએ તેમના વિરુદ્ધ કેટલાક ષડયંત્ર રચ્યા હતા . તેમ છતાં દેશના હિત માટે તત્પર રહેનારા આ વીરો અંગ્રેજોના હાથમાં ન આવી શક્યા તેમના કેટલાક સાથીદારોના સાથથી અંગ્રેજોને માત આપવામાં સફળ રહ્યા અને આ જ કારણથી અંગ્રેજોએ તેમને ફાંસીએ ચડાવી દીધા.  પાર્થિવ દેહના ટુકડા કરીને તેમના અડધા બળેલા હાલતમાં તેમના શરીરને સતલુજ નદીમાં નાખી દીધા હતા.

ભગતસિંહ, સુખદેવ તેમજ રાજગુરુને ફાંસી આપવાનો મતલબ અંગ્રેજો બરોબર જાણતા હતા તેઓને ખબર હતી કે આ ત્રણેય યુવાનોને ફાંસી આપવામાં આવશે તો સમગ્ર દેશમાં  દેશમાં જ્વાળ ફાટી નીકળશે અને સ્થિતિ કાબૂમાં નહીં રહે અને આ વીરો જો જીવતા રહેશે તો જેલમાં રહીને પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સતત કરતા રહેશે.

લોકોમાં દેશભક્તિનો ઉદ્દેશ્ય જગાડનારા ભગતસિંહે  વિધાનસભામાં બોમ્બ ફેંક્યો હતો,અને તે પછી તેઓ ત્યાથી ભાગ્યા નહોતા, જેના કારણે તેમને ફાંસી આપવામાં આવી, ત્યારથી ૨૩ માર્ચના આ દિવસે એટલે ૧૧ કલાક પહેલા જ ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું . તેમને સાંજે ૭ કલાક અને ૩૩ મિનિટે ફાંસી આપવામાં આવી હતી.

ભગત સિંહ લાહોર સેંટલ જેલમાં કોઠરી નંબર 14માં બંધ હતા, જેની ફર્શ પણ કાચી હતી. તેના પર ઘાસ ઉગી હતી. કોઠરી એટલી નાની હતી કે તેમા ખૂબ જ મુશ્કેલીથી ભગત સિંહનુ શરીર આવી શકતુ હતુ. જો કે તેઓ જેલની જીંદગીના આદી થઈ  ગયા હતા.