- આજે મધર્સ ડે
- વિશ્વભરમાં આજે માતૃત્વ દિવસની ઉજવણી
મા તે મા બીજા બધા વગડાના મા,,,,,,,,,,,,,જનની ની જોડ સખી જહી જડે રે લોલ..આ તો ગુજરાતીની કવિતા આવી તો કેટકેટલીય કવિતાઓ માતા વિશએ લખવામાં આવી છે સૌથી સુંદર અને નિસ્વાર્થ સંબધ માતા અને સંતાનનો હોય છે,ત્યારે આજ રોજ વિશઅવભરમાં 8 મેના દિવસે મઘર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.
બાળકના સંબંધો દુનિયાનો સૌથી સુંદર અને અણમોલ સંબંધ માનવામાં આવે છે. 9મહિના સુધી ગર્ભમાં રાખવા અને પ્રસવ પીડા સહન કર્યા પછી જ્યારે બાળકનો જન્મ થાય છે તો તે હર ક્ષણ મા માટે ખુશનુમા હોય છે. મા માટે કોઈપણ શબ્દ, લેખ કે ઉપાધિ ઓછી હશે. તેના પ્રેમ અને સમર્પણની આખુ જીવન સમર્પિત કરીને પણ ચુકવી નથી શકાતુ.
આ દિવસ ઉજવવાનો આરંભ અમેરિકાથી થયો હતો આ પરંપરા શરૂ કરવાનો શ્રેય અમેરિકાના અન્ના એમ. જાર્વિસને જાય છે. તે 8 મે 1914 ના રોજ શરૂ કરાઈ હતી. એવું કહેવામાં આવે છે કે અમેરિકન કાર્યકર આના જાર્વિસ તેમની માતાને ખૂબ પ્રેમ કરે છે. જેના કારણે તેમણે ક્યારેય લગ્ન પણ કર્યા નહોતા અને તેમને કોઈ બાળકો પણ નથી . માતાના અવસાન પછી, તેમણે તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું.
ત્યાર બાદ પોતાની માતા પ્રત્યે આદર દર્શાવવા માટે આ વિશેષ દિવસની શરૂઆત કરી. ખ્રિસ્તી સમુદાયનાં લોકો આ દિવસને વર્જિન મેરી નો દિવસ પણ માને છે. યુરોપ અને બ્રિટનમાં પણ મધરિંગ સંડે ની ઉજવણી કરવામાં આવે છે. વળી, તેનાથી જોડાયેલી એક બીજી વાર્તા એ પણ છે કે મધર્સ ડેની શરૂઆત ગ્રીસમાં થઈ હતી. ગ્રીસનાં લોકો તેમની માતાને ખૂબ માન આપે છે. તેથી જ તેઓ આ દિવસે તેમની પૂજા કરતા હોય છે. માન્યતાઓ અનુસાર, સ્યબેસે ગ્રીક દેવતાઓની માતા હતી અને મધર્સ ડે પર તેમની પૂજા કરવામાં આવતી હતી.