સનાતન ધર્મમાં સાપ અને ભગવાન હંમેશા જોડે જોડે જોવા મળે છે, જેમ કે શિવજીના ગળામાં પણ સાપ છે, તો વિષ્ણુ ભગવાન પણ સાપની સાથે જોવા મળે છે. ત્યારે આવામાં નાગપંચમીના દિવસે આપણે સૌ નાગ દેવતાની પૂજા કરતા હોઈએ છે. જ્યારે પણ નાગ દેવતાની પૂજા કરીએ ત્યારે આ પ્રકારની ભૂલો કરવી જોઈએ નહી.
સૌથી પહેલા તો નાગ પંચમીના દિવસે જમીન ખોદવી ન જોઈએ. એવું માનવામાં આવે છે કે સાપ જમીનની અંદર રહે છે. જેને સાપનું ઘર પણ કહેવામાં આવે છે. જમીન ખોદવાથી ઘર અથવા સાપનો ખાડો નાશ પામે છે. આમ કરવાથી ઘણી પેઢીઓને દોષિ લાગે છે.
આ ઉપરાંત, ધાર્મિક શાસ્ત્રો અનુસાર નાગ પંચમીના દિવસે તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. જેમ કે સીવણ, ભરતકામ વગેરે અશુભ માનવામાં આવે છે.
જો કે ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મમાં નાગપંચમીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમની તિથિ એ નાગપંચમી ઉજવવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગ દેવતા પર દૂધ ચઢાવી પૂજા કરવામાં આવે છે. આ વર્ષે નાગપંચમી 4 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.
ઘણા લોકો નાગ પંચમીના દિવસે જીવતા સાપને દૂધ ચઢાવે છે. જ્યારે આવું ન કરવું જોઈએ. કારણ કે દૂધ સાપ માટે ઝેર સમાન છે. એટલા માટે નાગ પંચમીના દિવસે મંદિરમાં જઈને દૂધ ચઢાવો.