‘પ્રેમ નામ હે મેરા’ ડાયલોગ્સથી ‘આઈકોનિક વિલન’ની નામના પામેલા પ્રેમ ચોપરાનો આજે જન્મદિવસ – અનેક ફિલ્મોમાં શાનદાર અભિનય કરી દર્શકોના જીત્યા છે દિલ
- વિલન તરીકે જાણીતા અભિનેતા પ્રેમ ચોપરાનો આજે બર્થડે
- અનેક ફિલ્મોમાં નેગેટિવ રોલ કર્યો છે
મુંબઈઃ વિલનનું નામ આવે અને પ્રેમ ચોપરા ન યાદ આવે તે શક્ય નથી, બોલિવૂડ જગતના આઇકોનિક વિલન પ્રેમ ચોપરાનો આજે જન્મદિવસ છે. હિન્દી ફિલ્મોમાં જ્યારે પણ પ્રેમ ચોપરાની એન્ટ્રી પડતી હતી એટલે દર્શકો સમજી જતા હતા કે હવે ફિલ્મમાં કઈ ખોટૂ થશે આઅટલી હદે તેઓ નેગેચિવ રોલ તરીકે જાણીતા હતા. જ્યારે તે ‘પ્રેમ નામ હૈ મેરા, પ્રેમ ચોપરા’ બોલે છે ત્યારે દરેક લોકો ડરી જતા હતાપ્રેમ ચોપરાએ હિન્દી સિનેમા જગતમાં વિલનની ભૂમિકા ભજવીને સફળતા સર કરી છે. તેણે પોતાની કારકિર્દીમાં અનેક ફિલ્મોમાં 250 થી રેસ સીન આપ્યા છે.
આજે પ્રેમ ચોપરા પોતાનો 86 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પ્રેમ ચોપરાનો જન્મ 23 સપ્ટેમ્બર 1935 ના રોજ લાહોરમાં થયો હતો. દેશના ભાગલા બાદ પ્રેમ ચોપરાનો પરિવાર શિમલા શિફ્ટ થયો. પ્રેમ ચોપરાએ પોતાનું બાળપણ શિમલામાં જ વિતાવ્યું હતું. તેમનું પ્રારંભિક શિક્ષણ ત્યાં જ થયું. પ્રેમના પિતા તેને પ્રોફેસર બનાવવા માંગતા હતા પરંતુ તેમણે અભિનયની દુનિયા પસંદ કરી અને નામના પણ મેળવી છે.
તેમણે પણ અન્યની જેમ મુંબઈમાંમ આવીને અભિનેતા બનવાનું સપનું જોયું અને સંઘર્ષનો સામનો પણ કર્યો,50 વર્ષથી વધારે સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સક્રિય પ્રેમ ચોપરાની શરૂઆત મુંબઈમાં એવા લોકોની જેમ જ થઈ હતી, જેમની આંખોમાં સપના હોય છે અને ખીસ્સામાં નથી હોતા પૈસા . પ્રેમ ચોપરા ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં નોકરી શોધવા ગયા. ત્યાં તેમને સર્ક્યુલેશન ડિપાર્ટમેન્ટમાં કામ મળ્યું. સર્ક્યુલેશન ડિપાર્ટમેન્ટનું કામ સમાચાર પત્ર છપાઈ ગયા બાદ તેને વેચવાનું કહેવામાં આવે છે. પ્રેમ ચોપરાએ લાંબા સમય સુધી આ નોકરી કરી હતી.
પ્રેમ ચોપરાએ વર્ષ 1960 માં ફિલ્મ ‘મૂડ મૂડ કે ના દેખ’ થી ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કંઇ ખાસ જાદુ નહોતા ચલાવ્યો, ત્યારબાદ પ્રેમ ચોપરા પંજાબી ફિલ્મો તરફ વળ્યા. તેમની મુખ્ય ફિલ્મોમાં ‘હમ હિન્દુસ્તાની’, ‘વો કૌન થી?’, ‘શહીદ’, ‘મેરા સાયા’, ‘પ્રેમ પૂજારી’, ‘પુરબ ઓર પશ્ચિમ’, ‘કટી પતંગ’, ‘દો અંજાને’, ‘કાલા સોના’ . ‘,’ દોસ્તાના ‘,’ ક્રાંતિ ‘,’ જાનેવર ‘,’ ફૂલ બને અંગારે ‘,’ મહેબૂબા ‘જેવી ફિલમો હતી
એકવાર પ્રેમ ચોપરાએ વિલનની ભૂમિકા વિશે કહ્યું હતું કે, જો હું હીરો ન બની શકું તો નસીબે મને વિલન બનાવ્યો. હું ખુશ છું કે તે જમાનામાં ફિલ્મોને હિટ બનાવવામાં વિલનનો રોલ ખૂબ મહત્વનો હતો અને લોકો વર્ષોથી તમારા સંવાદો યાદ રાખતા છે. લોકો તેમની પત્નીઓને મારાથી છુપાવતા હતા જેથી કોઈ ખોટું કામ ન થાય. તે મેં ભજવેલા પાત્રની અસર હતી.