Site icon Revoi.in

આજે રામનવમી,આપણા પ્રિય મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મદિવસ  

Social Share

આજે રામ નવમી છે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં લખ્યું છે કે,આજના દિવસે જ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. તેથી,આજના દિવસે એટલે કે દર વર્ષે,ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમીને હિન્દુઓનો મુખ્ય તહેવાર રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે,આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યા શહેરમાં રાજા દશરથના મહેલમાં રાણી કૌશલ્યાના ગર્ભાશયથી થયો હતો.

તે ત્રેતાયુગની વાત છે. પૃથ્વી પર રાક્ષસોના અત્યાચાર ખૂબ વધી ગયા હતા. રાવણના અત્યાચારને કારણે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. તેથી પાપનો સંપૂર્ણ વિનાશ કરવા અને ધર્મને ફરી સ્થાપવા માટે ભગવાન વિષ્ણુએ રામનો અવતાર લીધો હતો. ભગવાન રામના જન્મ દિવસે ચૈત્ર શુક્લની નવમી હતી. પુનવર્સ  નક્ષત્ર હતું અને લગ્ન કર્ક રાશિમાં હતા. હિન્દુ ધર્મમાં માનનારા લોકો માટે રામનો જન્મદિવસ કોઈ ભવ્ય તહેવારથી ઓછો નથી. આ દિવસ હિન્દુ ઘરોમાં સંપૂર્ણ શ્રદ્ધા,ભક્તિ અને સમર્પણ સાથે ઉજવવામાં આવે છે.

આ વર્ષે રામ નવમીનું શુભ મૂહર્ત

નવમી તારીખ પ્રારંભ – 21 એપ્રિલ 2021 ના 12:43 વાગ્યે

નવમી તારીખ સમાપ્ત – 22 એપ્રિલ 2021 ના 12:35 વાગ્યે

આજે રામ નવમી છે. આ દિવસે સવારે ભક્તો બ્રહ્મ મૂહર્તમાં ઉઠે છે અને સ્નાન કરીને તૈયાર થાય છે. યાદ રાખો,ભગવાનની પૂજા કરતી વખતે તન અને મન બંને પવિત્ર હોવું ખૂબ જ જરૂરી છે. તેથી કોઈ પણ પ્રકારના ખરાબ,કલુષપૂર્ણ વિચારોને પોતાના મનમાં ન આવવા દો. સ્નાન પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી લો. બાદમાં તમારા હાથમાં અક્ષત લઈને વ્રતનો સંકલ્પ કરો અને ભગવાન રામના પૂજન કાર્યની શરૂઆત  કરો. ભગવાન રામની પૂજામાં આ વસ્તુઓની જરૂર પડે છે- ગંગાજળ,5 પ્રકારનાં ફૂલો, ફળ, ચંદન, ધૂપ, ગંધ, તુલસીનાં પાન, કમળનું પાન અને મીઠાઇ.

પૂજા શરૂ કરતા પહેલા ઉપરોક્ત તમામ સામગ્રી તૈયાર કરી રાખો. હવે પૂજાનો પ્રારંભ કરો. ભગવાનને ગંગાજળ,5 પ્રકારનાં ફૂલો, ફળ, ચંદન, ધૂપ,ગંધ, તુલસીના પાન અને કમળનું ફૂલ અર્પણ કરો. આ કર્યા પછી રામરક્ષાસ્ત્રોતનો પાઠ કરો. જ્યારે તમારી પૂજા પૂર્ણ થાય ત્યારે રામચરિતમાનસ અને રામાયણનો પાઠ કરો. આ કરવાથી પૂજાનું ફળ બમણું થાય છે. પૂજાના અંતે ભગવાન રામની આરતી કરો અને તેમના આશીર્વાદ મેળવો.

દેવાંશી