Site icon Revoi.in

રવિ કિશનનો આજે 52 મો જન્મદિવસ,આ રીતે બનાવી વિશેષ ઓળખ

Social Share

મુંબઈ :અભિનેતા રવિ કિશન ભોજપુરી ઇન્ડસ્ટ્રીના એવા કલાકાર છે, જેને દરેક લોકો ઓળખે છે. ભોજપુરી સિવાય તેણે બોલિવુડ અને સાઉથમાં કામ કરીને એક અલગ ઓળખ બનાવી છે. તેણે પોતાના શાનદાર અભિનયથી દરેકનું દિલ જીતી લીધું છે. તેણે મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. પણ એક સમય એવો હતો જ્યારે રવિ પાસે કઈ કામ નહોતું. રવિ કિશન તે મુશ્કેલ સમયને ભૂલ્યો નથી કારણ કે તે આ મુશ્કેલ સમયે લડતા આ તબક્કે પહોંચ્યો છે. આજે રવિ કિશન તેનો 52 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રવિનો જન્મ 17 જુલાઈ 1969 ના રોજ મુંબઇમાં થયો હતો. રવિ કિશનના જન્મદિવસ પર અમે તમને તેના સંઘર્ષ વિશે જણાવીશું.

રવિ કિશનને નાનપણથી જ અભિનેતા બનવાની ઈચ્છા હતી. તે અમિતાભ બચ્ચનનો મોટો ફેન હતો. અમિતાભ બચ્ચનની એક્ટિંગ જોઈને રવિએ રામલીલામાં સીતાની ભૂમિકા નિભાવવાની શરૂઆત કરી.

રવિ કિશનના પિતાને તેનું એક્ટિંગ કરવું જરા પણ પસંદ ન હતું, જેના કારણે તેને ઘણી વખત માર પણ પડતી હતી. રવિ કિશને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, એક્ટિંગના શોખને કારણે તેને ઘણી વખત તેના પિતાએ માર માર્યો હતો. જ્યારે તેના પિતા તેની અભિનયથી સંમત ન હતા, ત્યારે તે માતા પાસેથી 500 રૂપિયા લઈને ઘરેથી ભાગીને મુંબઇ આવી ગયો હતો. રવિ કિશનને હંમેશાં તેની માતાએ સપોર્ટ આપ્યો. તે ઈચ્છતી હતી કે રવિ તેનું સ્વપ્ન પૂર્ણ કરે.

રવિ કિશન મુંબઈમાં ફક્ત 500 રૂપિયા લઈને આવ્યો હતો. સમયની સાથે, આ પૈસા ખત્મ થવા લાગ્યા હતા અને રવિને કામ મળતું ન હતું. જેના કારણે તે રોજ મુંબઇમાં જમવા માટે કામ શોધતો હતો. જો કામ મળી જતું હતું તો જમી પણ લેતો હતો.નહીંતર ભૂખ્યા પેટ પણ સુઈ જતો હતો.રવિ તે સમયે 10 બાય 12 ફુટની ચોલમાં રહેતો હતો.

ખૂબ જ સંઘર્ષ કર્યા બાદ રવિ કિશનને બી ગ્રેડની ફિલ્મ પિતામ્બરમાં કામ મળ્યું. એવું નહોતું કે તેની પહેલી ફિલ્મ મળ્યા પછી જ તેને સફળતા મળી. પીતામ્બર પછી પણ રવિને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. તે નાની ભૂમિકાઓ કરતો હતો. તેને થોડું કામ મળવાનું શરૂ થયું, જે આજીવિકા બનાવતો હતો.

ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી રવિ કિશનને સલમાન ખાનની ફિલ્મ તેરે નામમાં કામ કરવાની તક મળી. આ ફિલ્મમાં તેમણે ભૂમિકા ચાવલાના મંગેતર પંડિતની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેની અભિનયની પ્રશંસા થઈ હતી.

તેરે નામમાં કામ કર્યા પછી, એક સમય એવો આવ્યો કે રવિ કિશનને બોલિવુડમાં કામ મળતું ન હતું. આ દરમિયાન તેણે ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. તેને સઇયા હમારમાં કામ કરવાની તક મળી. ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી તેણે ક્યારેય પાછળ જોયું નહીં. તેમણે લગભગ 350 ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.