મન કી બાતનો આજે 107મો એપિસોડ,પીએમ મોદી દેશ અને વિદેશના લોકો સાથે તેમના વિચારો શેર કરશે
- આજે PM મોદી કરશે ‘મન કી બાત’
- ‘મન કી બાત’નો 107મો એપિસોડ પ્રસારિત થશે
- સવારે 11 વાગ્યે આકાશવાણીથી પ્રસારણ
દિલ્હી: PM નરેન્દ્ર મોદી આજે ઓલ ઈન્ડિયા રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમના 107મા એપિસોડને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી આ કાર્યક્રમ દ્વારા દેશ અને વિદેશના લોકો સાથે તેમની મન કી બાત શેર કરશે.તેઓ મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત બોલે છે. PM મોદી આજે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં લોકો સાથે તેમના વિચારો શેર કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 107મો એપિસોડ હશે.
વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના તમામ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. તે ઓલ ઈન્ડિયા રેડિયો, વેબસાઈટ અને સમાચાર એઆઈઆર મોબાઈલ એપ પર પણ ઉપલબ્ધ રહેશે. મન કી બાત કાર્યક્રમનું ઓલ ઈન્ડિયા રેડિયો, દૂરદર્શન સમાચાર, વડાપ્રધાન કાર્યાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે.
બહુચર્ચિત કાર્યક્રમ મન કી બાતનો પ્રથમ એપિસોડ 3 ઓક્ટોબર 2014ના રોજ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. પીએમ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે આ કાર્યક્રમને સંબોધિત કરે છે. આ એક માસિક રેડિયો પ્રોગ્રામ છે