Site icon Revoi.in

16 વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતનાર પૂનમ ઢીલ્લોનો આજે 58મો જન્મદિવસ

Social Share

મુંબઈ :આજે અભિનેત્રી પૂનમ ઢીલ્લો પોતાનો 58 મો જન્મદિવસ મનાવી રહી છે. તેનો જન્મ ઉતરપ્રદેશના કાનપુરમાં થયો હતો.તેના પિતા ભારતીય વાયુસેનામાં એરક્રાફ્ટ એન્જીનિયર હતા.માત્ર 16 વર્ષની ઉંમરે પૂનમ ઢીલ્લોએ મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.ત્યારબાદ તેણે ઘણી હીટ ફિલ્મો આપી છે.પૂનમ એટલી સુંદર હતી કે, ડિરેક્ટર યશ ચોપરાએ તેને તેની ફિલ્મ ‘ત્રિશૂલ’ ની ઓફર કરી હતી. પૂનમના જન્મદિવસના આ ખાસ પ્રસંગે જાણીએ કેટલીક જાણી-અજાણી વાતો

પૂનમ ઢીલ્લોને વાંચવાનો ખૂબ જ શોખ હતો. તે હંમેશાં ઘરે એક બ્રાઇટ સ્ટુડેંટ તરીકે જાણીતી હતી. પૂનમ ખૂદ મોટી થઇને ડોકટર બનવવાના સપના જોતી હતી.તેમણે ક્યારેય પણ વિચાર્યું ન હતું કે, તે ફિલ્મોમાં કામ કરશે. પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. યશ ચોપરાએ આપેલી ઓફરને પૂનમ ઢીલ્લોએ નામંજૂર કરી હતી. પૂનમ નોહતી ઇચ્છતી કે કોઈ કારણોસર તેના અભ્યાસમાં ખલેલ આવે. પછી તેના મિત્રએ તેને સમજાવી અને પૂનમે ફિલ્મમાં કામ કરવા માટે હા પાડી હતી.

જોકે પૂનમે તેની સામે એક શરત મૂકી હતી કે, તે સ્કૂલની રજા દરમિયાન જ ફિલ્મમાં એક્ટિંગ કરશે. પહેલી જ ફિલ્મમાં પૂનમને સંજીવ કુમાર,શશી કપૂર અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ સાથે કામ કરવાની તક મળી.

પૂનમે ફિલ્મ નૂરીમાં કામ કર્યું હતું. આ ફિલ્મથી પૂનમને ઘણી લોકપ્રિયતા મળી અને આ પછી પૂનમે નિર્ણય લીધો કે, હવે તે એક્ટ્રેસ તરીકેની કારકીર્દિની શરૂઆત કરશે. ઘણી ફિલ્મોમાં કામ કર્યા પછી, પૂનમે 1988 માં પ્રોડ્યુસર અશોક ઠકારિયા સાથે લગ્ન કર્યા. લગ્ન પછી પૂનમે પોતાને ફિલ્મોથી દૂર કરી દીધી હતી. પરંતુ પછી 1997 માં પૂનમ ફરીથી ફિલ્મોમાં પરત ફરી. પૂનમે છેલ્લી વખત વર્ષ 2020 માં રિલીઝ થયેલી ફિલ્મ જય મમ્મી દી માં કામ કર્યું હતું.

આ પહેલા તે વર્ષ 2013 માં ફિલ્મ રમૈયા વસ્તાવૈયામાં જોવા મળી હતી. પૂનમ ‘બિગ બોસ’ની કન્ટેસ્ટેન્ટ પણ રહી ચૂકી છે. તે શોની ત્રીજી સીઝનમાં દેખાઇ હતી અને તે બીજી રનર અપ રહી હતી. આ સિવાય તેણે કિટી પાર્ટી,સંતોષી મા અને દિલ હી તો હૈ જેવા ઘણા ટીવી શો માં કામ કરી ચુકી છે.

દેવાંશી