1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દ્વારિકા શારદાપીઠાઘિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીનો આજે 66 મો જન્મોત્સવ
દ્વારિકા શારદાપીઠાઘિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીનો આજે 66 મો જન્મોત્સવ

દ્વારિકા શારદાપીઠાઘિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીનો આજે 66 મો જન્મોત્સવ

0
Social Share
  • શ્રીમદ જગતગુરૂ શંકરાચાર્ય અવતરણિકા મહામહોત્સવનું આયોજન,
  • શિવાનંદ આશ્રમ, અમદાવાદ ખાતે સાંજે 4 થી 7 દરમિયાન કાર્યક્રમ યોજાશે.

અમદાવાદઃ અંનત વિભુષિત પશ્ચિમામ્નાય દ્વારકા શારદાપીઠધિશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજનું ચાતુર્માસ અનુષ્ઠાન કણાર્વતી અમદાવાદમાં છે. આજે તા.21મી ઓગસ્ટના રોજ જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના 66મો જન્મ દિન નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર્તુમાસ સ્વાગત સમિતિ અને શંકરાચાર્ય શિષ્ય મંડળ દ્વારા અમદાવાદના આંગણે  જન્મોત્સવ  સમારોહ ઉજવવામાં આવશે.

ભારતમાં  આદિ શંકરાચાર્યજીની ચતુષ્પીઠ આચાર્ય પંરપરા દ્વારા કરવામાં  આવેલા રાષ્ટ્ર ઉત્થાનના કાર્યથી શંકરાચાર્ય પરંપરાનું ગૌરવવંતુ સ્થાન છે. જે રીતે આદી શંકરાચાર્યજીને અલગ- અલગ  72 મતોનું ખંડન કરીને કમજોર ભારતને  એક અદ્રૈત મતની અંદર જોડીને રાષ્ટ્રીય એકતા કરી હતી, તે  આજે  પણ ભારતની  આંતરિક શકિત છે. આજ એકતાના કારણે  ભારતનું  મ્લેચ્દો અને  અંગ્રેજોના શાસનકાળ દરમિયાન  પણ પતન થયુ નથી. આજના વર્તમાન  સમયમાં જ્યારે દક્ષિણ એશિયામાં શ્રીલંકા,બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં  લોકતંત્રનું અપમાન  અને જે અરાજકતાની સ્થિતિ બની છે. તેનું મુળ કારણ ધાર્મિક નેતૃત્વનો  અભાવ છે. ભારતમાં લોકતંત્ર અને રાષ્ટ્ર પ્રત્યે  અનુશાસનનું એક કારણ  ચતુષ્પીઠના આચાર્ય દ્વારા  કરવામાં  આવી રહેલુ  ધાર્મિક નેતૃત્વ છે. ભારતના ગામડાં સુધી  અને સુદુર વિસ્તારના  આદિવાસીના ઘર સુધી આચાર્ય જઈને જે સંદેશ આપે છે તેના આ લોકકલ્યાણકારી યોગદાન માટે ભારત હંમેશા રૂણી રહેશે.

આચાર્ય પંરપરામાં  પશ્ચિમામ્નાય  દ્વારક શારદાપીઠનું અગ્રીમ  અને અપ્રિતમ સ્થાન છે. વર્તમાનમાં દ્વારકા શારદા પીઠધિશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી   સદાનંદ સરસ્વતીજી મહારાજના ધાર્મિક નેતૃત્વમાં  અનેક લોકકલ્યાણ માટેના પ્રકલ્પો ચાલી રહ્યા છે. ચાર્તુમાસના મધ્યમાં જ શ્રાવણ કૃષ્ણ દ્રિત્યા 21 ઓગસ્ટના રોજ  પુજ્ય મહારાજના  યોગદાનનું સ્મંરણ કરવા માટે  ભારતની સનાતની જનતા  અને ગુરૂભકતોની  ઉપસ્થિતિમાં 66 મો જન્મોત્સવનું આયોજન  ચાર્તુમાસ સ્વાગત સમિતિ  અને શંકરાચાર્ય શિષ્ય મંડળ  અમદાવાદના આંગણે  જન્મોત્સવ  સમારોહ ઉજવવામાં આવશે. આ પુણ્ય પાવનકારી  અવસરે સર્વે  સનાતની જનતાને લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમ  શિવાનંદ આશ્રમ,ઈસરોની સામે,સેટેલાઇટ રોડ કર્ણાવતી – અમદાવાદ ખાતે સાંજે ૪ થી 7 યોજાશે.

#ShankaracharyaJayanti | #ReligiousLeadership | #Chaturmas | #SanatanDharma | #GuruTradition | #SpiritualCelebration | #AdiShankaracharyaLegacy | #IndianCulture | #AhmedabadEvents | #ReligiousCeremony | #SpiritualUnity | #ShivanandAshram

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code