Site icon Revoi.in

કારગીલ યુદ્ધમાં ‘શેરશાહ’ બનીને દેશની શાનમાં પોતાનું બલિદાન આપનારા કેપ્ટન વિક્રમ બત્રાની આજે જન્મજયંતિ

Social Share

 

દિલ્હીઃ- ‘શેરશાહ’ આ નામ છેલ્લા ઘણા દિવસોથી દેશમાં ગુંજી રહ્યું છે, જો કે આમ તો શેહરશાહનું બિરુદ પામેલા કેપ્ટન વિક્રમબત્રા દેશના એ વીરોમાં સામેલ છે કે જેમણે દેશની શાનમાં પોતાની જાનની પરવાહ ન કરી, અને દેશ માટે શહીદી ઓરી ગયા, પરંતુ તાજેતરમાં તેમના જીવન પર બનેલી ફિલ્મ ‘શેરશાહ’ થી દેશના ઘણા  લોકો જે આ વાતથી  અજાણ હતા તે પણ શેરશાહને ઓળખતા થયા, આજે 9 સપ્ટેમ્બરના રોજ પરમવીર  વિક્રમ બત્રાની જમ્નજયંતિ છે.

કારગીલ મિશન દરમિયાન તેમને શેરશાહનું નામ અપાયું હતું,કારગિલ યુદ્ધના પરમવીર શહીદ કેપ્ટન વિક્રમ બત્રાની વીરતા અને દેશ પ્રેમનો જુસ્સો આજે પણ યુવાઓમાં જોશ લાવતો જોવા મળે  છે. કારગિલ યુદ્ધ દરમિયાન કેપ્ટન વિક્રમ બત્રાએ જે વીરતા દેખાડી તે અદભૂત હતી. તેમના ત્યાગ અને બલિદાનને દેશ હંમેશા યાદ રાખશે.

વિક્રમ બત્રાનો જન્મનો જન્મ 9 સપ્ટેમ્બર વર્ષ 1974મા થયો હતો,તેમણે નાનાપણીથી જ સેનામાં જોડાવાનું સપનું જોયું હતું, તેના માટે તેમણે સંયુક્ત સંરક્ષણ સેવાઓની પરિક્ષાની તૈયારીઓ શરુ કરી .તૈયારી સમય દરમિયાન તેમને મર્ચેન્ટ નેવીમાં હોંગકોંગમાં નોકરીનો ઓર્ડર આવ્યો હતો પરંતુ પોતાનામાં રહેલો દેશ પ્રત્યેનો પ્રેમ તેમને આ કરતા રોકી રહ્યો હતો છેવટે તેમણે નોકરી સ્વીકારી નહી અને આર્મીની તૈયાઓ જ શરુ રાખી.

વર્ષ 1996 જુલાઈ મહિનામાં તેઓ ‘ઈન્ડિયન મિલિટરી એકડેમી’ દેહરાદૂનમાં જોડાયા હતા,ત્યાર બાદ તાલીમ પૂર્ણ થયા પછી વર્ષ 1997 ડિસેમ્બરની 6 તારિખના રોજ કેપ્ટન બત્રા જમ્મુ કાશ્મીરના સોપાર નામના વિસ્તારમાં નિમણૂક થયા.છેવટે પોતાનાું સપનું સાકાર થયું  તેમણે પોતાની દેશભક્તિની સેવાને સ્વીકારી.

વિક્રમ બત્રાએ કારગીલ યુદ્ધ, ઓપરેશન વિજય, પોઈન્ટ 5140 પર કબજો તેમજ ઘણા ઓપરેશનમાં પોતાનો ફાળો આપ્યો, આ સાથે જ વર્ષ 1999 માં તેમનેકારગીલ યુદ્ધમાં તેમની મહત્વની ભુમિકા માટે ભારતના સર્વોચ્વ સૈન્ય અને પ્રતિષ્ઠિટ પુરસ્કાર ‘પરમવીર ચક્ર’ (મરણોત્તર)થી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા. વિક્રમ બત્રાને આજે પણ દેશભરમાં તેમની દેશભક્તિને લઈને યાદ કરવામાં આવે છે.તેઓ આજના સેનામાં જોડાતા જવાનો માટે એક પ્રેરણા રુપ સાબિત થયા છે