Site icon Revoi.in

ગીતાજીના જ્ઞાનને સરળતાથી સમજાવીને લોકો સુધી પહોંચાડનારા પાંડુરંગજીની આજે જન્મજંયતિ

Social Share

અમદાવાદઃ હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાજીના જ્ઞાનને સરળતાથી સમજાવીને સામાન્ય લોકો સુધી પહોંચાડનારા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીની આજે જન્મજંયતિ છે અને સ્વાધ્યાય પરિવાર દ્વારા આજના આ પવિત્ર દિવસને મનુષ્ય ગૌરવ દિન અથવા માનવ ગરિમા દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયાં હતા.

મનુષ્ય ગૌરવ દિન પ્રસંગ્રે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી (પૂજનીય દાદાજી) ને જન્મશતાબ્દી દિનના અવસર પર કૃતજ્ઞતાપૂર્વક કોટી કોટી શ્રદ્ધા – સુમન અર્પણ..

ભાજપના સાંસદ પૂનમ માડમે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “મનુષ્ય ગૌરવ દિન” ભક્તિને બંધનોથી મુક્ત કરાવી સામાજિક શક્તિ બનાવી કરોડો લોકોને દેવી વિચારમાં જોડી સ્વાધ્યાયનો માર્ગ આપી મનુષ્ય તરીકેનું ગવ અપાવનારા ઋષિતુલ્ય વ્યક્તિગત સ્વાધ્યાય પરિવારના સંસ્થાપક પં.પૂ.શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે (દાદાજી)ને જન્મજયંતિ પર શત્ શત્ નમન….

સાંસદ ડો.કિરિટ સોલંકીએ જણાવ્યું હતું કે, અસંખ્ય લોકોને આદર્શ જીવન જીવવાની પ્રેરણા આપનાર તથા શ્રીમદ્ ભાગવત ગીતાના સંદેશને સમગ્ર વિશ્વમાં પ્રસરાવનાર, સ્વાધ્યાય પરિવારના સંસ્થાપક અને મહાન સમાજ સુધારક પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી (દાદા)જી ની જન્મજયંતી પર કોટી કોટી નમન.

ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ ટ્વીટ કર્યું હતું કે, મનુષ્ય ગૌરવ દિવસ પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી (પૂજનીય દાદાજી)ને જન્મશતાબ્દી દિનના અવસર પર કૃતજ્ઞતાપૂર્વક કોટિ-કોટિ શ્રદ્ધા-સુમન અર્પણ….

સ્વાધ્યાય પરિવારના સ્વાપક પાંડુરંગ શાસ્ત્રીનો જન્મ 19મી ઓક્ટોબર 1920માં મહારાષ્ટ્રના કોંકપણ પ્રદેશમાં થયો હતો. રોહા નામના ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્નેલા પાંડુરંગથીના પિતાજી વૈજનાથ આઠવલે અને માતા પાર્વતીબેનના પાંચ સંતાનો હતા. જેમમાં પાંડુરંગનો પણ સમાવેશ થાય છે. મરાઠી ભાષામાં દાદાજીનો અર્થ મોટાભાઈ તરીકે થાય છે. તેમજ ભક્તો તેમને શાસ્ત્રીજી અને દાદાજી તરીખે ઓળખે છે.

હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રખર વિદ્નાન શાસ્ત્રીજીને રેમન મેગસેસે એવોર્ડ, ટેમ્પલટન પુરસ્કાર, મહાત્મા ગાંધી પુરસ્કાર, લોકમાન્ય ટિળક પુરસ્કાર, પદ્મવિભૂષણ, એવા વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. તેમણે મહાગ્રંથ ગીતાનાં જ્ઞાનને સરળ શૈલીમાં સમજાવી સામાન્ય લોકો સુધી પહોચાડવાનો પુરુષાર્થ આદર્યો હતો.

પાંડુરંગ શાસ્ત્રીજીની સરળ શૈલીએ બાળકો, યુવાનો, વયસ્કો એમ આબાલવૃધ્ધ બધાને પરિવારમાં એકસૂત્રે સાંકળી લીધા છે. એના પરિણામ સ્વરૂપ સ્વાધ્યાય પરિવારની સ્થાપના થઇ હતી. જેમાં આજે પણ લાખો લોકો હોંશે હોંશે સક્રિયપણે જોડાયેલા છે. આ પરિવારમાં વિદ્વાનોથી માંડી સામાન્ય માનવી જોવા મળે છે. શાસ્ત્રીજીના જન્મ દિવસને દર વર્ષે સ્વાધ્યાય પરિવાર દ્વારા જગતભરમાં મનુષ્ય ગૌરવ દિન અથવા માનવ ગરિમા દિન તરીકે ઉજવે છે.