- અભિનેતા અરુણ ગોવિલનો આજે જન્મદિવસ
- સફળતા મેળવતા પહેલા ઘણો સંઘર્ષ કર્યો
- રામનું પાત્ર ભજવીને મળ્યું સન્માન
મુંબઈ:પ્રખ્યાત ટીવી સિરિયલ રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિલનો આજે જન્મદિવસ છે.યુપીની મેરઠ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યા બાદ 17 વર્ષની ઉંમરે તેઓ બિઝનેસના સંબંધમાં મુંબઈ આવ્યા હતા.પરંતુ તે દરમિયાન તે અભિનય તરફ આકર્ષાયા.પરંતુ સીરિયલ રામાયણે તેનું જીવન બદલી નાખ્યું.તેમના દ્વારા ભજવવામાં આવેલ રામનું પાત્ર દર્શકોને એટલું પસંદ આવ્યું કે,તેઓ અરુણ ગોવિલને મર્યાદા પરષોત્તમ ભગવાન રામના રૂપમાં જોવા લાગ્યા.દેશ હોય કે વિદેશ, તેઓ જે પણ કાર્યક્રમમાં જતા ત્યારે લોકો તેમના ચરણ સ્પર્શ કરતા હતા.
જોકે, અભિનેતા અરુણ ગોવિલની સાઈડ હીરોમાંથી રામની ભૂમિકા સુધીની સફર એટલી સરળ ન હતી. અરુણ ગોવિલે કહ્યું હતું કે, શરૂઆતમાં મેં ઘણી ફિલ્મોમાં સાઈડ હીરોની ભૂમિકા ભજવી હતી અને પછી રાજશ્રી પ્રોડક્શન હાઉસે મને ‘સાવન કો અરુણ આને દો’ ફિલ્મમાં બ્રેક આપ્યો હતો. તેમની ફિલ્મી સફર શરૂ થઈ પરંતુ તેમણે દૂરદર્શનની આગામી ‘વિક્રમ ઔર બેતાલ’માં ભજવેલી મહારાજ વિક્રમાદિત્યની ભૂમિકાથી લોકપ્રિયતા મેળવી.
રામાયણે ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. એક વર્ષ પહેલા જ્યારે લોકડાઉનમાં આ શોનું રીપીટ ટેલિકાસ્ટ થયું હતું, ત્યારે પણ લોકોએ આ શોને ભરપૂર પ્રેમ આપ્યો હતો.રામનું પાત્ર ભજવ્યા બાદ અરુણ ગોવિલનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું.રામનું પાત્ર ભજવ્યા બાદ અરુણ ગોવિલે ઘણી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું પરંતુ તે પોતાની રામની છબીને ભૂંસી શક્યા નહીં. પરંતુ આ પાત્ર સાથે તેને જીવનભરનું સન્માન પણ મળ્યું છે.આજે પણ લોકો તેમના પાત્રને ખૂબ પસંદ કરે છે.