1. Home
  2. ગુજરાતી
  3. ચાચી 420 ના પાત્રથી જાણીતા બનેલા અભિનેતા કમલ હાસન નો આજે જન્મ દિવસ
ચાચી  420 ના પાત્રથી જાણીતા બનેલા અભિનેતા કમલ હાસન નો આજે જન્મ દિવસ

ચાચી 420 ના પાત્રથી જાણીતા બનેલા અભિનેતા કમલ હાસન નો આજે જન્મ દિવસ

0
Social Share

મુંબઈઃ- કમલ હાસન નામ સાંભળતા જ આપણાને ચાચી 420 ફિલ્મ યાદ આવી જ જાઇ છે, એક સ્ત્રીના પાત્ર ભજવીને અભિનેતા કમલ હસને બોલિવૂજમાં એક આગવી ઓળખ બનાવી હતી, આજરોજ 7 નવેન્બરના દિવસે અભિનેતા કમલ હસન પોતાનો 69 મો જન્મ દિવસ મવાની રહ્યા છે,તેઓ સાઉથ ફિલ્મના મશહૂર કલાકાર કરીતે જાણીતા છએ જેમણ બોલિવૂડમાં પણ ઘણી સૂપર હિટ ફિલ્મો આપી છે.સાઉથ ઈન્ડસ્ટ્રીના મલ્ટીટેલેન્ટેડ સ્ટાર્સની યાદીમાં અભિનેતાનો સમાવેશ થાય છે. કમલ હાસન માત્ર સુપરસ્ટાર જ નથી પરંતુ તે સંગીતકાર, દિગ્દર્શક, સ્ક્રિપ્ટ રાઈટર અને પ્રોડ્યુસર પણ છે. અભિનેતાએ માત્ર સાઉથ જ નહીં પરંતુ હિન્દી સિનેમામાં પણ પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે

કમલ હાસન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા અભિનેતાઓમાંના એક છે જેના કારણે તેમનો ચાહક વર્ગ પમ ખૂબ મોટો છે, કમલ હાસન માત્ર એક્ટર જ નથી પણ એક મહાન દિગ્દર્શક, સ્ક્રીન રાઈટર અને પ્લેબેક સિંગર પણ છે.તેઓ પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં છે.

કમલ હાસને 2008માં આવેલી ફિલ્મ ‘દશાવથારામ’માં દસ પાત્રો ભજવીને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ઈતિહાસ રચ્યો હતો. અભિનેતાને એક ફિલ્મમાં દસ પાત્રો ભજવતા જોઈને માત્ર ચાહકો જ નહીં પણ સેલેબ્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

કમલે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે 1975માં ‘અપૂર્વ રાગાંગલ’થી ડેબ્યૂ કર્યું હતું. કમલ હાસનને ફિલ્મ ‘મૂન્દ્રમ પિરાઈ’ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. સ્ક્રીન પર જેટલી અદ્ભુત દેખાડી છે એટલી જ તેના અંગત જીવનની પણ ચર્ચા થઈ છે.
કમલ હાસનના જીવનમાં પ્રેમ ઘણી વખત આવ્યો પરંતુ કોઈની સાથે પણ તેનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. સારિકા સિવાય તેના જીવનમાં ગૌતમી તડીમલ્લા પણ આવી હતી, પરંતુ તેની સાથે 13 વર્ષનું એકતા પણ તૂટી ગયું હતું.જેના કારણે તેઓ સમચારમાં છવાયેલા રહેતા હતા.

સૌથી પહેલા કમલે વર્ષ 1978માં વાણી ગણપતિ સાથે લગ્ન કર્યા હતા. વાણી તેમના કરતા 24 વર્ષ મોટી હતી, જોકે આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને દસ વર્ષ પછી બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો. કહેવાય છે કે વાણીથી અલગ થવાનું કારણ સારિકા હતી. ફિલ્મોમાં સારિકાની એન્ટ્રી સાથે જ કમલ હાસનના જીવનમાં પણ એન્ટ્રી થઈ ગઈ હતી, આવી સ્થિતિમાં કમલ વીણાથી અલગ થઈ ગયા હતા.

કમલ હસન અને સારીક લાંબા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં હતા. આ દરમિયાન સારિકા પ્રેગ્નન્ટ થઈ ગઈ, ત્યારબાદ કમલ હાસને તેની સાથે લગ્ન કર્યા. સારિકાએ પુત્રી શ્રુતિ હાસનને જન્મ આપ્યો જે આજે અભિનેત્રી બની ગઈ છે, જ્યારે પુત્રી અક્ષરા હસનનો જન્મ લગ્ન પછી થયો હતો અને તે પણ આજે હિરોઈન બની ગઈ છે.

જોકે, સારિકા સાથે કમાલનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. વર્ષ 2002માં કમલ હાસને સારિકાથી છૂટાછેડા લીધા અને બંને એકબીજાથી અલગ થઈ ગયા. આ બે લગ્નો સિવાય કમલ હાસનના પણ બે અફેર હતા, જે ઘણા વિવાદોમાં રહ્યા હતા

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code