Site icon Revoi.in

બાલિકા વધુ અને બધાઈ હો એક્ટ્રેસ સુરેખા સીકરીનો આજે જન્મદિવસ : જાણો તેના જીવન સાથે જોડાયેલી કેટલીક જાણી-અજાણી વાતો

Social Share

 મુંબઈ : થિયેટર,સિનેમા અને નાના પડદા પર સુરેખા સીકરીનું નામ ખૂબ જ જાણીતું છે. તેના દ્વારા કરવામાં આવેલ કામને હમેશાથી લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યું છે.ત્યારે આ નાયબ એક્ટ્રેસનો આજે જન્મદિવસ છે. સુરેખાને કલર્સ સીરિયલ બાલિકા વધુથી સૌથી વધુ લોકપ્રિયતા મળી. આ શોની દાદી સા નું પાત્ર તેમને ઉંચાઇ પર લઈ ગયું હતું.અને આ શોમાં લોકોને તેનો કઠોર સ્વભાવ ખુબ જ ગમ્યો હતો. તો ચાલો જાણીએ સુરેખાના જન્મદિવસ પર તેના જીવન સાથે જોડાયેલી કેટલીક જાણી-અજાણી વાતો.

સુરેખાનો જન્મ 19 એપ્રિલ 1945 ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તે નાનપણથી જ ભણવામાં ખૂબ સારી હતી.સુરેખાનું બાળપણથી જ એક સ્વપ્ન હતું કે તે મોટી થઇને પત્રકાર અથવા લેખક બને. પરંતુ નસીબને તો કંઈક બીજું જ મંજૂર હતું. સુરેખા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણતી હતી. ત્યારે એક સમયે અબ્રાહમ અલકાજી સાહેબ પોતાનું એક નાટક લઈને ત્યાં પહોંચ્યા હતા. નાટકનું નામ ધ કિંગ લિયર હતું. આ નાટકની સુરેખા પર એવી અસર પડી કે તેણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ મેળવવાનું મન બનાવી લીધું.

એનએસડીમાં એડમિશ લેવા માટે તે ફોર્મ પણ લઇ આવી હતી,પરંતુ તે ઘણા દિવસો સુધી એમ જ પડ્યું રહ્યું. પછી એકવાર તેણીના માતાના કહેવાથી તેણે પોતાનું નસીબ અજમાવ્યું. તેણે ફોર્મ ભર્યું,ઓડિશન આપ્યું અને 1965 માં તેની પસંદગી પણ થઈ ગઈ. આ પછી દિલ્હીની યુવતીએ ફરી ક્યારેય પાછળ વળીને જોયું નહીં.

એક્ટ્રેસ સુરેખા સીકરીને 66 માં નેશનલ ફિલ્મ એવોડર્સમાં ફિલ્મ બધાઈ હો માં દાદીના દમદાર રોલ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસના એવોર્ડથી નવાઝ્વામાં આવ્યા હતા. તેમની કારકિર્દીનો આ વિશેષ એવોર્ડ મેળવવા માટે સુરેખા સિકરી વ્હીલચેરમાં એવોર્ડ મેળવવા માટે આવી હતી,ત્યારે લોકો ઉભા થયા હતા અને તેમનું સન્માન કરવા માટે તાળીઓ વગાડી હતી. આ ક્ષણો સુરેખા અને તેના ચાહકો ક્યારેય નહીં ભૂલે.

સુરેખા સીકરીએ તેની કારકીર્દિમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે, જેમ કે કિસા કુર્સી કા,સલીમ લંગડે પે મત રો,લિટિલ બુદ્ધા,નસીમ, સરદારી બેગમ,સરફરોશ,દિલ્લગી,હરિ-ભરી,ઝુબૈદા,મિસ્ટર એન્ડ મિસેજ અય્યર,રેનકોટ,હમકો દીવાના કર ગયે,દેવ ડી અને બધાઈ હો જેવી ફિલ્મો માટે જાણીતી છે.

દેવાંશી