- અભિનેતા ધર્મેન્દ્રનો આજે જન્મદિવસ
- 100 થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ
- પદ્મ ભૂષણ એવોર્ડથી છે સન્માનિત
મુંબઈ:હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનો આજે જન્મદિવસ છે. અભિનેતા પોતાનો 86મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.ધર્મેન્દ્રએ 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.ધર્મેન્દ્રને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.અભિનેતાએ એક્શન હીરોથી લઈને લવર બોય સુધીના તમામ પાત્રો ભજવ્યા છે. અભિનેતાને હીમેન કહેવામાં આવે છે. ત્યારે આજે તેમના જન્મદિવસના ખાસ અવસર પર જાણીએ તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો.
ધર્મેન્દ્રનો જન્મ પંજાબના ફગવાડામાં જાટ (શીખ) પિતા કેવલ કિશન સિંહ દેઓલ અને શીખ માતા સતવંત કૌરને ત્યાં થયો હતો.ધર્મેન્દ્રના પિતા લુધિયાણાના એક ગામ લાલટનની એક શાળાના મુખ્ય શિક્ષક હતા. થોડા સમય પછી ધર્મેન્દ્ર પરિવાર સાથે કપૂરથલા શિફ્ટ થઈ ગયા.
ધર્મેન્દ્રએ પોતાના કરિયરની શરૂઆત 1960માં ‘દિલ ભી તેરા હમ ભી તેરે’થી કરી હતી. 1960 થી 1970 ની વચ્ચે તેણે ઘણી રોમેન્ટિક ફિલ્મોમાં કામ કર્યું. છેલ્લા ત્રણ દાયકાથી હિન્દી સિનેમા જગતમાં ધર્મેન્દ્રનું વર્ચસ્વ હતું. ધર્મેન્દ્રનું સાચું નામ ધરમ સિંહ દેઓલ છે. ફિલ્મોમાં આવતા પહેલા તેણે પોતાનું નામ બદલી નાખ્યું.