- મશહુર સિંગર મિકા સિંહનો બર્થડે
- તેઓ શરુાતમાં ગીટારવાદક હતા
- મોટા ભાઈ દલેર મંહેદી પાસેથી સોંગ ગાતા શીખ્યા
મુંબઈઃ- જાણતી મશહુર પંજાબી સિંગર મીકા સિંહ 10 મી જૂનના રોજ પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. મીકા સિંહ બોલિવૂડ અને પંજાબી ફિલ્મના અનેક સુરહિટ સોંગ્સ આપ્યા છે, તેમના અનેક સોંગ હિટ્સ રહ્યા છે. બોલિવૂડમાં, મીકાનું નામ એવો સિંગરમાં શામેલ છે, જેનું એક સોંગ ફિલ્મની સફળતા માટે પૂરતું છે. આ સાથે જ સિંગિંગની દુનિયામાં મિકા અનેક વખત વિવાદમાં જોવા મળે છે. તો કોઈને કોઈ વિવાદ સાથે જોડાઈ જ જાય છે,આ રીતે પણ તેઓ સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે.
મીકા અને વિવાદો હંમેશાં એકબીજાના વર્ષોથી પુર રહ્યા છે. વર્ષ 2006 માં, તેણે તેના જન્મદિવસ પ્રસંગે કેક કાપ્યા બાદ જાહેરમાં આઈટમ ગર્લ રાખી સાવંતને લિપલોક કરી હતી,આ બાબતે ભારે હેંગામો કર્યો હતો રાખી આ મામલે કોર્ટમાં ગઈ હતી. આ મામલો લાંબા સમય સુધી મીડિયામાં છવાયેલો રહ્યો હતો.
પંજાબી સોંગ માટે જાણીતા સિંગરલ દલેર મહેંદી મિકાના મોટા ભાઈ છે. શરૂઆતમાં તેમણે ગિટારવાદક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેમણે તેમના મોટા ભાઈ દલેર મહેંદી માટે સુપરહિટ ગીત ‘દર દી રબ રબ કર દી’ પણ બનાવ્યું હતું. તે પછી તેણે પોતે જ સોંગ ગાવાનું વિચાર્યું. મોટા ભાઈ સિંગર હોવાનો ફાયદો તેમને મળતો હતો, મિકા સ્ટૂટિયામાં પોતાના ભાઈના સોંગ સાંભળવા જતા હતા.
આ પછી મીકાએ પોતાનું આલ્બમ લોંચ કરવાનું નક્કી કર્યું અને તેના પહેલું સુપરહિટ સોંગ ‘સાવન મેં લગ ગેય આગ’ વર્ષ 2008થી શ્રોતાઓના દિલ પર રાજ કર્યું. આ પછી, તેના અવાજનો જાદુ સતત ચાલુ રહ્યો ,આજે મિકાના અવાજના લાખો ફેન્સ છે.
વર્ષ 2014મા મિકા પર રિક્ષાને ટક્કર મારવાનો પણ આરોપ લગાવ્યો તે ફરીથી વિવાદમાં આવ્યા, કારણ કે આ એક્સિડન્ટમાં 8 પેસેન્જર ઘાયલ થયા હતા ત્યારે પોતાની સફાઈમાં કહ્યું કે,તેઓ પોતે ગાડી નહોતા ચલાવી રહ્યા છે.