1. Home
  2. ગુજરાતી
  3. જાણીતા સિંગર અરજીત સિંહનો આજે જન્મ દિવસ- જાણો તેમના સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો
જાણીતા સિંગર અરજીત સિંહનો આજે જન્મ દિવસ- જાણો તેમના સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

જાણીતા સિંગર અરજીત સિંહનો આજે જન્મ દિવસ- જાણો તેમના સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

0
Social Share
  • અરજિત સિંહનો આજે જન્મ દિવસ
  • અરિજીત સિંહ થષશે 34 વર્ષનો
  • બોલિવૂડમાં આપ્યા છે ઘણા રોમેન્ટિક સોંગ્સ
  • દરેકના દિલ પર રાજ કરે છે આ સિંગર

મુંબઈ-  અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના……આ સોંગ દરેકને યાદ હશે ,દરેકના હોઠો પર આ શબ્દો સાંભળવા મળતા હતા ત્યાર બાદ તેરા યાર હું મે……..દેશ મેરે,,,,,,,,,,,આ એવા સોંગ છે કે આવ્યાને ઘણો સમય થયો છત્તા પણ આજે સાંભળવા મળે છે અને તેનું કારણ છે કે આ સુરીલો અવાજ જે છે બોલિવૂડના પ્લેબેક સિંગર અરજીત સિંહનો, જેમણે ખૂબ જ ઓછા સમયમાં મોટી સિદ્ધી હાંસલ કરીને દરેકના દિલો પર રાજ કર્યું છે,તેમના ઘણા સોંગ્સ એટલા વાયરલ થાય છે કે લોકો સતત તેને ગુમગુનાયા કરે છે.આજે આ જાણીતા સિંગરનો જન્મ દિવસ છે તેઓ આજે 34 વર્ષના થી જશે.

તે અરિજીતે ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારથી ઘણા ગીતો ગયા અને હવે એવું બની ગયું છે કે દરેક ફિલ્મમાં અરિજિત સિંહનું સોંગ જોવા મળે જ. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં 25 એપ્રિલ 1986ના રોજ જન્મેલા અરિજિત સિંહ તેમના રોમેન્ટિક અને હાર્ટ બ્રેક ગીતો માટે જાણીતા છે.

અરિજીતે આ ક્ષેત્રમાં ઘણો  લાંબો સમય સંઘર્ષ પણ કર્યો છે. તેમના શરૂઆતના કેટલાક વર્ષો સંઘર્ષથી ભરેલા હતા પરંતુ ગાયકે ન તો હાર માની કે ન તો લડવાનું બંધ કર્યું તેનું પરિણામ એ આવ્યું કે આજે તે બોલિવૂડના સંગીતમાં તેમનું નામ મોખરે લેવાઈ રહ્યું છે

અરિજીત સિંહે તેમના શરૂઆતના દિવસોમાં એક પછી એક ઘણી નિષ્ફળતાઓ મળી હતી. ‘ફેમ ગુરુકુલ’ નામના સિંગિંગ રિયાલિટી શોમાં ટોચના 5માં પહોંચતા પહેલા તેઓ શોમાંથી આઉટ થયા.

આ સમયે અરિજીત સિંહ માત્ર 18 વર્ષના હતા જો કે આમ થવા છંત્તા સંજય લીલા ભણસાલીએ તેમના અવાજ પર ધ્યાન આપ્યુ અને રણબીર કપૂરની પહેલી ફિલ્મ ‘સાવરિયા’માં ‘યું શબનમી’ ગીત તેમને ગાવા આપ્યુ જોકે, તેમના અવાજમાં આ ગીત ક્યારેય રિલીઝ થઈ શક્યું ન નહીં.જેમનું સોંગ એક સમયે રિલીઝ નહતોું થયું તે સિંગરના આજે હજારો ગીત રિલીઝ થી રહ્યા છે અને દરેક ફિલ્મોમાં એરજીત હોય એવું બનતું જોવા મળે છે.

અરિજીત સિંહ ’10 કે 10 લે ગયે દિલ’માં વિજેતા બન્યો અને તેણે આ શોમાં મળેલા 10 લાખ રૂપિયાથી રેકોર્ડિંગ સ્ટુડિયો ખોલ્યો. , અરિજીત સિંહનો પહેલો આલ્બમ પણ ફિલ્મ ‘સાવરિયા’નો હતો પરંતુ તેનો આલ્બમ રિલીઝ થયો ન હતો.જો કે તમેની સફતા શરુ થાય છે આશિકી 2 ના સોંગથી.આ ફિલ્મના સોંગે અરીજીતને એક અલગ ઓળખ અપાવી સંગીતની દુનિયામાં તેમનું નામ થયું બસ ત્યાથી તેમણે ક્યારેય પાછુ વળીને જાયુ નથી.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code