Site icon Revoi.in

ભારતના ‘માઇકલ જેક્સન’ તરીકે ઓળખાતા પ્રભુ દેવાનો આજે જન્મદિવસ

Social Share

મુંબઈ:બોલિવૂડમાં ડાન્સથી બધાને દિવાના બનાવનાર પ્રભુ દેવા 3 એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પ્રભુદેવા માત્ર કોરિયોગ્રાફર જ નથી પરંતુ તેમણે અભિનેતા અને દિગ્દર્શક તરીકે ઘણી સફળ ફિલ્મો પણ આપી છે.પ્રભુદેવાએ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ વોન્ટેડથી નિર્દેશક તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.આ ફિલ્મની સફળતાએ બોલિવૂડમાં સફળતાના ઝંડા લગાવી દીધા હતા.વોન્ટેડ પછી તેણે ‘રાઉડી રાઠોડ’, ‘એક્શન જેક્સન’, ‘દબંગ-3’ જેવી ઘણી ફિલ્મો કરી.

પોતાના શાનદાર અને યુનિક ડાન્સ મૂવ્સને લીધે ભારતના ‘માઇકલ જેક્સન’ તરીકે ઓળખાતા પ્રભુદેવાનું પૂરું નામ પ્રભુદેવા સુંદરમ છે.3 એપ્રિલ 1973ના રોજ મૈસૂરમાં જન્મેલા પ્રભુદેવાને બાળપણથી જ નૃત્યનો શોખ હતો.ડાન્સ તેમને વારસામાં મળ્યો હતો. પ્રભુદેવાના પિતા પણ એક જબરદસ્ત ડાન્સર હતા,જેઓ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ડાન્સ માસ્ટર તરીકે કામ કરતા હતા તેમના પિતાએ બાળપણમાં જ તેમની પ્રતિભાને ઓળખી લીધી હતી,જેના કારણે તેમણે તેમને ભરતનાટ્યમ અને પશ્ચિમી નૃત્ય શીખવ્યું હતું.

જોકે, તેમનો આખો પરિવાર ડાન્સ સાથે સંબંધિત છે.તેમના બંને ભાઈઓ રાજુ સુંદરમ અને નાગેન્દ્ર પ્રસાદ પણ કોરિયોગ્રાફર છે. કહેવાય છે કે ડાન્સ ડિરેક્ટર તરીકે તેમની પહેલી ફિલ્મ ‘વેત્રી વિજ’ હતી. તેણે વર્ષ 1994માં ‘ઈન્દુ’ ફિલ્મ કરી હતી. તેના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં 100 થી વધુ ફિલ્મોની કોરિયોગ્રાફી કરી છે.

નૃત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન માટે પ્રભુ દેવાને બે વખત રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત તેમના નામે ઘણા એવોર્ડ અને પુરસ્કારો પણ નોંધાયેલા છે.