- સોનુ નિગમનો આજે જન્મદિવસ
- ગાયકીના આધારે ઘણા એવોર્ડ જીત્યા
- અભિનયમાં પણ અજમાવ્યો હતો હાથ
મુંબઈ:ગાયક સોનુ નિગમના અવાજનો જાદુ દરેક પર કામ કરે છે. લોકો સોનુના ગીતોના દીવાના છે. ચાહકો સામે તમામ પ્રકારના ગીતો રજૂ કરનાર સોનુ નિગમનો આજે જન્મદિવસ છે. સિંગર સોનુ નિગમનો જન્મ 30 જુલાઇ 1973 માં હરિયાણાના ફરીદાબાદમાં થયો હતો. સોનુને નાનપણથી ગીતો ગાવાનો શોખ હતો.
સોનુને ગાવાનું કૌશલ્ય તેના પિતા પાસેથી મળ્યું હતું. સોનુ નિગમ હિન્દી સિનેમાના ચમકતા સ્ટાર છે. આજે સોનુની ગણતરી મોટા દિગ્ગજોમાં થઇ રહી છે, પરંતુ એક સમય હતો જ્યારે તે લગ્નમાં ગાતા હતા. આજે, સોનુના જન્મદિવસે, જાણો તેની કેટલીક ખાસ વાતો.
સોનુ નિગમે ચાર વર્ષની વયે ગાવાનું શરૂ કર્યું હતું. સોનુએ તેના પિતા અગમ નિગમ સાથે નાની ઉંમરે સ્ટેજ શો, પાર્ટીઓ અને લગ્નોમાં ગાવાનું શરૂ કર્યું હતું.સોનુ બાળપણથી જ સુપ્રસિદ્ધ ગાયક મોહમ્મદ રફીથી ખૂબ પ્રભાવિત હતા. આ જ કારણ છે જ્યારે રફીના ગીતો વારંવાર સ્ટેજ પર ગવાય છે.
સોનુને અસલી ઓળખ સીંગીગ રિયાલિટી શો ‘સારેગામા’ને હોસ્ટ કરીને મળી હતી. આ શો 1995 માં પ્રસારિત થયો હતો. આ દરમિયાન સોનુ એક વખત ટી-સિરીઝના માલિક ગુલશન કુમારને મળ્યા હતા. ગુલશન કુમારે જ સોનુને પહેલી વખત ફિલ્મ ‘બેવફા સનમ’ માં ગાવાની તક આપી હતી. આ ફિલ્મમાં સોનુએ પ્રખ્યાત ગીત અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા ગાયું હતું.
સોનુએ માત્ર હિન્દી સિનેમામાં જ નહીં પણ અંગ્રેજી, કન્નડ, બંગાળી, ઉડિયા, પંજાબી, તમિલ, મૈથિલી, ભોજપુરી, નેપાળી અને મરાઠી ભાષાઓમાં પણ પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો છે. સોનુ નિગમે પોતાની ગાયકીના આધારે ઘણા એવોર્ડ જીત્યા છે. તેમના અવાજના આધારે સોનુએ રાષ્ટ્રીય પુરસ્કાર સુધી પોતાનું નામ બનાવ્યું છે.
સોંગુએ ગાયન ઉપરાંત અભિનયમાં પણ હાથ અજમાવ્યો હતો. સોનુએ ઘણી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.પરંતુ ગાયકીમાં જે સફળતા મળી તે મેળવી શક્યો નહીં. સોનુ નિગમે લવ ઇન નેપાળ ફિલ્મથી અભિનેતા તરીકે સિનેમામાં પણ પ્રવેશ કર્યો હતો. પરંતુ જ્યારે અભિનયમાં કોઈ સફળતા ન મળી, ત્યારે તેણે માત્ર ગાવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.