- રશ્મિ દેસાઈનો આજે જન્મદિવસ
- ભારે સંઘર્ષ બાદ મેળવી સફળતા
- નાની ઉંમરે જ કામ કરવાનું કર્યું શરૂ
મુંબઈ:ટીવીની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી રશ્મિ દેસાઈનો આજે જન્મદિવસ છે. 13 ફેબ્રુઆરી 1986ના રોજ જન્મેલી રશ્મિ આજે 36 વર્ષની થઇ ગઈ છે.આખી ઈન્ડસ્ટ્રી અભિનેત્રીને રશ્મિના નામથી ઓળખે છે.પરંતુ અભિનેત્રીનું સાચું નામ શિવાની દેસાઈ છે.
અભિનેત્રીએ પોતાના અભિનય અને નૃત્ય દ્વારા ટીવી જગતમાં એક ખાસ સ્થાન બનાવ્યું અને દર્શકોમાં પોતાની ઓળખ બનાવી.રશ્મિએ નાની ઉંમરે જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. રશ્મિ દેસાઈએ ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું હતું.
રશ્મિએ 2006માં આવેલા હિન્દી ટીવી શો રાવણથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.વર્ષ 2008માં અભિનેત્રી પરી હૂં મેં માં જોવા મળી હતી.આ પછી જ્યારે અભિનેત્રીએ ‘ઉત્તરન’માં તપસ્યાનું પાત્ર ભજવ્યું ત્યારે અભિનેત્રીની ખૂબ પ્રશંસા થઈ હતી.રશ્મિએ આ શોમાં 2009 થી 2014 સુધી કામ કર્યું હતું.ત્યારબાદ રશ્મિ એક્ટર સિદ્ધાર્થ શુક્લા સાથે શો દિલ સે દિલ તકમાં જોવા મળી હતી.અભિનેત્રી 2017 થી 2018 સુધી આ શો સાથે જોડાયેલી હતી.
રશ્મિ એકતા કપૂરના લોકપ્રિય શો ‘નાગિન’ સીઝન 4- ‘ભાગ્ય કા ઝેહરીલા ખેલ’માં જોવા મળી હતી. રશ્મિએ પણ OTT પર ડેબ્યૂ કર્યું. અભિનેત્રી તમસ અને તંદૂર જેવા પ્રોજેક્ટ્સમાં પણ જોવા મળી હતી.
રશ્મિએ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે, ત્યારે જ તેણે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેણે પોતે જ પોતાના સંઘર્ષની વાર્તા સંભળાવી.રિપોર્ટ મુજબ, અભિનેત્રીએ જણાવ્યું હતું કે,બાળપણથી જ તેણે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓ જોઈ છે.તેની માતા સિંગલ પેરેન્ટ હતી.આવી સ્થિતિમાં તેઓ આર્થિક રીતે મજબૂત નહોતા.તે સમયે પૈસાની સમસ્યા હતી.
અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે,જ્યારે તે ઘણી નાની હતી ત્યારે પણ તે ખૂબ જ સુંદર હતી, તેથી લોકોએ ઘણી રીતે તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તે દરેક પરિસ્થિતિમાંથી બહાર આવી.