Site icon Revoi.in

શૂરોની દુનિયામાં નાની ઉંમરે સફળતા મેળવીને બોલિવૂડમાં હજારો સુપર હિટ સોંગ આપનારા ‘શાન’નો આજે જન્મદિવસઃમાત્ર 17ની ઉંમેર પહેલું સોંગ ગાયુ હતું

Social Share

મુંબઈઃ શૂરોની શાન અટલે સિંગર શાન મુખર્જી, જેઓ આજે પોતાનો 49મો જન્મદિવસ મનાવી રહ્યા છે,30 ડિસેમ્બર વર્ષ 1972મા મધ્યપ્રદેશના ખંડવામાં શાનનો જન્મ થયો હતો, તેમના દાદા ઝહર મુખર્જી પણ એક જાણીતા સંગીતકાર હતા તો પિતા પણ માનસ મુખર્જી એક મ્યૂઝિક ડાયરેક્ટર હતા એટલે એમ કહી શકાય કે શાનને સંગીત શોખીન પરિવારનો વારસો  મળ્યો છે.શાનનું આખુ નામ શાન શાન્તનું મુખર્જી છે જો કે તેણે સિંગીગની દુનિયામાં પગ માંડ્યો ત્યારથી તે શાનના નામનો જ ઉપયોગ કરતો આવ્યો છે.શાન માતત્ર એક  નામ જ નથી પરંતુ શાન ખરેખર સિંગીગ જગતની ‘શાન’ પણ છે.

શાને માત્ર બોલિવૂડની હિન્દી ફ્લ્મો માટે જ નહીં પરંતુ બંગાળી, મરાઠી, ઉર્દૂ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. આ સાથે, તે એક ટેલિવિઝન હોસ્ટ સ્ટાર પણ છે. તેમણે ટીવી પર ‘સારેગામાપા’, ‘સારેગામાપા લિટલ ચેમ્પ્સ’, ‘સ્ટાર વોઇસ ઓફ ઇન્ડિયા’ અને ‘મ્યુઝિક કા મહામુકબાલા’ સહિત અન્ય ઘણા શો હોસ્ટ કર્યા છે.

13 વર્ષની ઉમંરે જાહેરાતમાં જીંગલ્સ ગાયા અને 17 વર્ષે ફિલ્મ માટે સોંગ ગાયુ

માત્ર 13 વર્ષની ઉમંરે પિતાની છત્રછાયા ગુમાવનાર શાને જીવનમાં ઘણા ઉતાર ચઢાન જોયા છે.પિતાના નિધન બાદ માતાએ સંગીત જોઈન કર્યું અને શાને પણ આ વયે જાહેરાત માટે જીંગલ્સ ગાવાની શરુઆત કરી અને બે પૈસા કમાણી કરી માતાને મદદે લાગ્યો. ત્યાર બાદ ખૂબજ નાની 17 વર્ષની વયે શાને ફિલ્મ માટે પ્રથમ સોંગ ગાયું હતું.

આર ડી બર્મનનું સોંગ રુપ તેરા મસ્તાના રિમેકથી મળી સફળતા

વર્ષ 1998માં પરિંદા ફિલ્મમાં માત્ર એક લાઈન શાનને ગાવા માટે મળી હતી ત્યાર બાદ પોતાની બહેન સાથે એક આલ્બમ લોંચ કરી જે સુપર હીટ રહી, 2000માં તેને આલ્બમ ‘તન્હા દિલ’ માટે એમટીવી એશિયા મ્યૂઝિકનો બેસ્ટ સોલો આલ્બમ એવોર્ડ મળ્યો હતો. ,આરડી બર્મનનું સોંગ રુપ તેરા મસ્તાનાનું રિમેક શાને ગાયુ હતું અને ત્યાથી તેનું સફળતાની સીડી ઉપર ચઢવાનું સપનું સાકાર થવા લાગ્યું.

શાને શાહરુખ ખાન, સલમાન ખાન, અજય દેવગણ, સૈફ અલી ખાન, આમિર ખાન, રિતિક રોશન, અક્ષય કુમાર, શાહિદ કપૂર, રણબીર કપૂર, અભિષેક બચ્ચન અને આર માધવન સહિતના કલાકારોને પોતાનો અવાજ આપ્યો છે. 24 વર્ષની ઉંમરે, શાન રાધિકા મુખર્જીને મળ્યો, જે ઉદ્યોગપતિ પરિવારની દિકરી હતી. બંનેએ વર્ષ 2003 માં લગ્ન કર્યા. આ દંપતીને બે પુત્રો છે, સોહમ અને શુભ છે,બન્ને હાલ ખુશાલી ભર્યું જીવન જીવી રહ્યા છે.વર્ષ 2014માં આવેલી ફિલ્મ ‘બલવિંદર સિંહ ફેમસ હો ગયા’માં શાન એક્ટિંગ કરતો  પણ જોવા મળ્યો હતો.

ફિલ્મોમાં ગાવા ઉપરાંત શાન ટીવી શોને હોસ્ટ અને જજ પણ કરી ચૂક્યો છે. તેમને ફિલ્મ સાંવરિયાના ગીત જબ સે તેરે નૈના માટે બેસ્ટ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.તેઓ સોશિયલ મીડિયાથી ઘણા દૂર રહે છે પોતાના સારો એવો સમય પરિવાર સાથે પસાર કરવાનું પસંદ કરે છે. તેમની એક બીજી ખાસિયત તેમના તહેરા પરનું હાસ્ય છે, શાનની મુસ્કાનના લાખો ચાહકો છે.