આજે અસત્પીય પર સત્યના વિજયનો દિવસ – મોદીએ દશેરાના પર્વ પર દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
- દશેરાના પ્રવની પીએમ મોદીએ શુભેચ્છાઓ પાઠવી
- આજે બુરાઈ પર અચ્છાઈની જીતનો પર્વ
દિલ્હીઃ- આજે દેશભરમાં દશેરાનો પર્વ મનાવાઈ રહ્યો છે. આજે અસત્ય પર સત્યના વિજયનો દિવસ છે જેથી આ તહેવારને વિજયાદશમી પણ કહેવામાં આવે છે,આજે ઠેર ઠેર રાવણના પૂતળાનું દહન કરીને બુરાઈને આગમાં બાળી દેવામાં આવે છે ત્યારે આજના આ પર્વપર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
सभी देशवासियों को विजय के प्रतीक-पर्व विजयादशमी की बहुत-बहुत बधाई। मेरी कामना है कि यह पावन अवसर हर किसी के जीवन में साहस, संयम और सकारात्मक ऊर्जा लेकर आए।
— Narendra Modi (@narendramodi) October 5, 2022
પીએમ મોદીે આ પર્વ પર ટ્વિટ કરીને કહ્યું છે કે, દેશવાસીઓને વિયજનું પ્રતિક એવા વિજયાદશમીના પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારી કામના છએ કે આ પાવન પર્વ સૌ કોઈના જીવમાં સકારાત્મક ઊર્જા સાહસ અને સંયમ લાવે.
ઉલ્લેખનીય છે કે દશેરા, અનિષ્ટ પર સારાની જીતનો સંકેત આપતો તહેવાર આજે 5 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહ્યો છે. હિન્દુ સંસ્કૃતિમાં આ શુભ અવસરનું ખૂબ મહત્વ છે.જેને વિજયાદશમી તરીકે પણ ઓળખાય છે, તે નવરાત્રી ઉત્સવના નવ-દિવસીય ઉત્સવોની પરાકાષ્ઠા કરીને અશ્વિન મહિના દરમિયાન દસમા દિવસે (શુક્લ પક્ષ દશમી) ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.