દિલ્હી:આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા
ભારતના 140 કરોડ ભારતીયો સાથે જોડાઈને, હું અતુલ્ય અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તમારા નેતૃત્વથી દેશને ઘણો ફાયદો થયો છે. 21મી સદીમાં દેશના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને દરેક ક્ષેત્રમાં દેશને આગળ લઈ જવામાં તમારી મહત્વની ભૂમિકા હતી.
આ સાથે પીએમ મોદી સદેવ અટલ સ્મારક પહોંચ્યા અને અહીં તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન પીએમ મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના પ્રથમ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની નેતૃત્વ ક્ષમતા માટે યાદ કરવામાં આવે છે. તેમણે જે રીતે ગઠબંધન સરકાર ચલાવી તેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવે છે. તેમના કાર્યકાળ દરમિયાન અટલ બિહારી વાજપેયીએ અનેક માળખાકીય સુવિધાઓમાં સુધારો કર્યો. અટલ બિહારી વાજપેયીનું નિધન 16 ઓગસ્ટ 2018ના રોજ થયું હતું.
અટલ બિહારી વાજપેયીને તેમના વક્તૃત્વ માટે પણ યાદ કરવામાં આવે છે. તેઓ એક મહાન કવિ પણ હતા અને ઘણી વખત હિન્દીમાં અનેક પ્રસંગોએ કવિતા સંભળાવતા હતા. તેમણે તેમના અનેક કાવ્યસંગ્રહો પણ પ્રકાશિત કર્યા. જેમાં તેમના ગંભીર વિચારો અને લાગણીઓની અભિવ્યક્તિ દેખાય છે.
અટલ બિહારી વાજપેયી સંપૂર્ણ શાકાહારી હતા અને સાદું જીવન જીવતા હતા. અટલ બિહારી વાજપેયી અહિંસાના અનુયાયી હતા અને તેઓ દરેકના જીવનનું સન્માન કરતા હતા.