Site icon Revoi.in

આજે લોકમાન્ય બાલ ગંગાધર તિલકની પુણ્યતિથિ,પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

Social Share

દિલ્હી: ભારત માતાના સાચા પુત્ર લોકમાન્ય બાલ ગંગાધર તિલકની આજે પુણ્યતિથિ છે. આ ખાસ દિવસે, આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકમાન્ય તિલકને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.પીએમ મોદી આજે પુણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર સ્વીકારશે.આ સાથે પીએમ મોદી પૂણેમાં મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

વડાપ્રધાનએ ટ્વીટ કર્યું; “હું લોકમાન્ય તિલકને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું આજે પુણે જઈશ, જ્યાં હું લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર સ્વીકારીશ. હું ખરેખર ખુશ છું કે મને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જે આપણા ઈતિહાસના આવા મહાન વ્યક્તિત્વના કાર્ય સાથે ગાઢ રીતે સંકળાયેલો છે.

“હું મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરીશ.”

સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાલ ગંગાધર ટિળક એક સમાજ સુધારક હતા જેમને ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીશ’ એવું સૂત્ર આપ્યું હતું. 1 ઓગસ્ટ 1920ના રોજ તેમનું અવસાન થયું. મરાઠી અને હિન્દીમાં તેમના ઘણા ભાષણો લોકપ્રિય બન્યા હતા, જે આજે પણ લોકોને પ્રેરણા આપે છે.

તેમણે અંગ્રેજો સામે ભારતની આઝાદીનો પાયો નાખવામાં મદદ કરી હતી, તેથી તેમને સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ નેતા કહેવામાં આવે છે. આ કારણથી લોકો તેમને પ્રેમથી ‘લોકમાન્ય’ કહે છે, જેનો અર્થ થાય છે ‘લોકો દ્વારા સ્વીકૃત’.

પીએમ મોદીને આજે 41મો લોકમાન્ય તિલક એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ એવોર્ડ તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી રહ્યો છે, જેના વિશે ટ્રસ્ટે કહ્યું કે વડાપ્રધાન મોદીએ સામાન્ય લોકોમાં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપ્યું છે અને તેમના સફળ નેતૃત્વમાં ભારત વિકાસના પંથે સતત આગળ વધી રહ્યું છે.

પીએમ મોદીને એવોર્ડ તરીકે સ્મૃતિ ચિહ્ન અને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે. ગયા વર્ષે આ એવોર્ડ વરિષ્ઠ વૈજ્ઞાનિક ટેસી થોમસને આપવામાં આવ્યો હતો. તેમણે અગ્નિ-4 અને અગ્નિ-5 મિસાઈલના ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે, તેમના અનન્ય યોગદાનને કારણે ભારતે વિજ્ઞાનના ક્ષેત્રમાં ઘણા ઊંચા સ્થાનો હાંસલ કર્યા છે.