દિલ્હી – દેશભરમાં અવાર નવાર તહેવારો આવતા રહેતા હોય છે દરેક ઘર્મના તહેવારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને અથવા જે તે રાજ્યોના તહેવાર હોય તે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પણ પાઠવતા હોય છએ ત્યારે આજે કેરી પૂજાને લઈને ત્રિપુરાના લોકોને પીએમ મોદીે શુભેચ્છાઓ પાઠવી હતી.
પીએમ મોદીએએ કેર પૂજાના અવસર પર ત્રિપુરાના નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: “કેર પૂજાના ખૂબ જ ખાસ અવસર પર શુભેચ્છાઓ. હું આશા રાખું છું કે ત્રિપુરામાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવાતો આ તહેવાર દરેકના જીવનમાં આનંદ અને સમૃદ્ધિથી લાવે. ચારે બાજુ સુખ અને સંવાદિતા રહે અને દરેકને સારું સ્વાસ્થ્ય મળે.”
Greetings on the very special occasion of Ker Puja. I hope that this festival, which is marked with great enthusiasm in Tripura, fills everyone's lives with joy and prosperity. May there be happiness and harmony all around and may everyone be blessed with good health.
— Narendra Modi (@narendramodi) July 11, 2023
કેર પૂજા શું હોય છે જાણો
કેર પૂજા એ ત્રિપુરાના આદિવાસીઓનો પરંપરાગત તહેવાર છે. કેરનો શાબ્દિક અર્થ અંગ્રેજીમાં તપસ્યા થાય છે. કેર પૂજાનો ખર્ચ પૂજા સમાપ્ત થયાના 14 દિવસ પછી થાય છે. આ વખતે કેર પૂજા 11 જુલાઈનો રોજ મનાવાઈ રહી છે.
વાસ્તુના પ્રમુખ દેવતા કેરનું સન્માન કરવા ખારચી પૂજાના બે અઠવાડિયા પછી આ તહેવાર ઉજવવામાં આવે છે. તેમાં અર્પણો, બલિદાનો અને નિર્ધારિત સીમાનો સમાવેશ થાય છે જે લોકોને આફતોથી બચાવે છે અને તેમને બાહ્ય આક્રમણથી રક્ષણ આપે છે.