- આજે બીજેપીનો સ્થાપના દિવસ
- પીએમ મોદી દેશભરના કાર્યકર્તાઓને સંબંધિત કરશે
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી દેશની દશા અને દિશા બન્ને બદલાઈ છે,રોજગારી હોય કે આત્મનિર્ભર ભારત હોય કે પછી ડિજિટલ ક્ષેત્રમાં ભારત હોય તમામ મોર્ચે દેશ પ્રગતિ કરી રહ્યો છે.પરિણામે મોદી સરાકના અથાગ પ્રયત્નોથી આ શક્ય બન્યું છે ત્યારે આજે 6 એપ્રિલના રોજ ભાજપનો સ્થાપના દિવસ છે આ મોદી સરાકરની 9મી વર્ષગાઠ આવી રહી છે.
આ સ્થાપના દિવસ નિમિત્તે એક સપ્તાહ સુધી વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સેવાને પ્રાથમિકતા આપવામાં આવશે. આ દરમિયાન પાર્ટી કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડશે.
આજના આ ખાસ દિવસે ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓએ સવારે 9 વાગ્યાથી પોતપોતાના કાર્યાલય પર પહોંચીને ત્યાં ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેવાનો રહેશે. આજે પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ પક્ષની ટોપી પહેરતા જોવા મળશે. ધ્વજ ફરકાવ્યા બાદ દરેકે એક રેલી કાઢવાની રહેશે અને આ શોભાયાત્રા લગભગ 20 મિનિટ યોજાશે.
અત્યાર સુધી, પાર્ટી તેના લોકો સુધી પહોંચવા માટે ડિજિટલ ફોર્મેટ પર વધુ ભાર આપતી હતી, પરંતુ આ વખતે તે જૂની પદ્ધતિઓનો પણ ઉપયોગ કરશે. આમાં વોલ રાઈટિંગ અને પોસ્ટર ઝુંબેશ મુખ્ય રહેશે.
આ સાથે જ તમામ રાજ્યોમાં મુખ્યમંત્રી, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ-ધારાસભ્ય પોતપોતાના વિસ્તારોમાં કાર્યક્રમોનું આયોજન કરશે અને લોકોને પાર્ટીની નીતિઓ વિશે માહિતગાર કરશે. તમામ જિલ્લા, મંડલ અને બૂથ સમિતિઓના સ્તરે દિલ્હીમાં લગભગ 14,000 સ્થળોએ નાના-મોટા સ્થાપના દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાર્યકર્તાઓ સામૂહિક રીતે વડા પ્રધાન મોદીના સ્થાપના દિવસના સંદેશને સાંભળશે.
આ સાથે જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટીના સ્થાપના દિવસ પર દેશભરના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. આ પછી પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ વિવિધ કાર્યક્રમો દ્વારા લોકો સુધી પાર્ટીનો સંદેશો પહોંચાડશે.
ભાજપે પોતાના કાર્યકર્તાઓને રક્તદાન શિબિરનું આયોજન કરવા કહ્યું છે. ઉપરાંત મહિલાઓના સ્વાસ્થ્ય અને પોષણને લગતી માહિતી આપવાના કાર્યક્રમો પણ યોજાવા જોઈએ. રસીકરણ કેમ્પનું આયોજન કરીને લોકોને જાગૃત કરવા પણ ભાજપે કહ્યું છે.