Site icon Revoi.in

આજે ઈસ્ટરનો પવિત્ર તહેવાર,પીએમ મોદીએ દેશવાસીઓને આપી શુભેચ્છા

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસ્ટરના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,”હેપ્પી ઇસ્ટર! આપણે ઈસુ ખ્રિસ્તના વિચારો અને આદર્શોને યાદ કરીએ છીએ અને સામાજિક ન્યાય તેમજ કરુણા પર ભાર મૂકીએ છીએ. આપણા સમાજમાં આનંદ અને ભાઈચારાની ભાવના આગળ વધે.”

ગુડ ફ્રાઈડેના બે દિવસ પછી સમગ્ર વિશ્વમાં ઈસ્ટરનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે,ઇસ્ટરના દિવસે ભગવાન ઇસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું હતું.આ કારણથી ખ્રિસ્તી ધર્મના લોકો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.આ પ્રસંગને ઈસ્ટર સન્ડે તરીકે પણ ઓળખવામાં આવે છે.ક્રિસમસ પછી ઈસ્ટર એ ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો તહેવાર છે.આ દિવસે ઘરો અને ચર્ચોમાં પ્રાર્થના સભાઓ યોજાય છે, જેમાં ભગવાનનો મહિમા કરવામાં આવે છે.