શ્રીનગર:કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હવે તેના અંતિમ મુકામ તરફ છે. તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા હવે પૂરી થવાના આરે છે.દેશના અલગ-અલગ રાજ્યોમાંથી થઈને આ સમયે રાહુલની ભારત જોડો યાત્રા કાશ્મીર પહોંચી છે.ઘાટીની કડકડતી ઠંડીમાં પણ રાહુલ ગાંધી અટક્યા વિના અને થાક્યા વિના ચાલવાનું ચાલુ રાખે છે. ભારત જોડો યાત્રા માટે આજનો દિવસ મહત્વનો છે.આજે રાહુલ ગાંધી શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવશે.
શ્રીનગર શહેરના ઐતિહાસિક લાલ ચોકમાં રાહુલ ગાંધીના ત્રિરંગો લહેરાવવાના કાર્યક્રમને લઈને પોલીસ-પ્રશાસન પણ એક્શનમાં આવ્યું છે.સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લાલ ચોકને સીલ કરી દેવામાં આવ્યો છે અને સામાન્ય નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધી આજે સવારે 11 વાગે પંથાથી યાત્રાની શરૂઆત કરશે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બપોરે શ્રીનગરના લાલ ચોકમાં પહોંચવાની છે.લાલ ચોક પહોંચ્યા બાદ રાહુલ ગાંધી બપોરે 12 વાગ્યે ત્રિરંગો ફરકાવશે.આ દરમિયાન રાહુલ ગાંધી સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ પણ હાજર રહેશે.