Site icon Revoi.in

રૂપિયા 2000ની નોટ બદલવાનો આજે છેલ્લો દિવસ, બેન્કોએ SMS કરીને પોતાના ગ્રાહકોને જાણ કરી

Social Share

અમદાવાદઃ ભારતીય ચલણમાંથી રૂપિયા 2000ની નોટ્સ બંધ કરવાની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી હતી. અને જેમની પાસે 2000ની નોટ્સ હોય તેમને બેન્કોમાં જઈને બદલવાનો પુરતો સમય અપાયો છે. રૂ. 2000ની ચલણી નોટો નોટો બદલવા અંગે તા30મી સપ્ટેમ્બર.2023 છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી હતી. આજે રૂ. 2000 ની નોટો બેંકો દ્વારા બદલવાનો છેલ્લો દિવસ છે. જોકે શહેરના કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા રૂ. 2000ની નોટો શુક્રવારથી જ લેવાનું બંધ કરી દીધું હતું. આજે નોટ્સ બદલવાના છેલ્લા દિવસે તમામ રાષ્ટ્રીયકૃત બેંકોમાં નોટો બદલવા બાબતે લાઈનો લાગવાની શક્યતા ઓછી છે. કારણે કે લોકોના નોટ્સ બદલવાનો પુરતો સમય મળ્યો હોવાથી મોટાભાગવા લોકોએ બેન્કોમાં જઈને નોંટ્સની બદલી કરી લીધી છે, તેમજ જે ઘણાબધા લોકોએ બેન્કોમાં પોતાના બચત ખાતામાં પણ 2000ની નોટ્સ જમા કરાવી લીધી છે.

ભારતીય ચલણમાં રૂપિયા 2000 ની નોટો ઘણા મહિનાઓથી પરત ખેંચવામાં આવી રહી હતી. એટલે કે નવી નોંટ્સ ઈસ્યુ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું ત્યારબાદ 2000ની નોટ્સ બંધ કરીને બેન્કોમાં ગ્રાહકો 30મી સપ્ટેમ્બર સુધી જમા કરીવી શકશે એવી જાહેરાત કરવામાં આવી હતી.એટલે મોટાભાગના લોકોએ 2000ની નોટ્સ બોન્કોમાં જમા કરાવી દીધી છે. આ ઉપરાંત કેટલાક પેટ્રોલ પંપો 2000ની નોટ્સ સ્વીકારતા હતા અને લોકો પેટ્રોલ-ડીઝલ પુરાવવામાં 2000ની નોટ્સ વટાવતા હતા.

આરબીઆઈ દ્વારા એક જાહેરનામું બહાર પાડીને જાહેર જનતા માટે અને વેપારીઓ માટે સહિત સૌ કોઈ માટે રૂપિયા 2000 ની ચલણી નોટો બદલવા માટે તા. 30 સપ્ટેમ્બર 23ની આખરી મુદત આપવામાં આવી હતી જોકે રૂપિયા 2000 ની ચલણી નોટો પેટ્રોલ પંપ દ્વારા સ્વીકારવામાં આવતી હતી પરંતુ જ્યારે રૂ. 2000ની ચલણી નોટો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પાછી ખેંચવાની જાહેરાત થઈ કે તે જ દિવસથી વેપારીઓએ આવી ચલણી નોટો નહીં સ્વીકારવા બાબતે પોતપોતાની દુકાનોમાં બોર્ડ પણ લગાવી દીધા હતા. પરંતુ હવે જ્યારે આજે રૂપિયા 2000ની ચલણી નોટો જમા કરાવવાનો છેલ્લો દિવસ છે. શહેરના કેટલાક પેટ્રોલ પંપ સંચાલકોએ શુક્રવારથી જ રૂપિયા 2000ની ચલણી નોટો સ્વીકારવાનું બંધ કરી દીધું હતું.. આ અંગે પૂછપરછ કરતા પેટ્રોલપંપના સંચાલકોએ જણાવ્યું હતું કે શનિવારે નોટો બદલવાનો છેલ્લો દિવસ છે અને શનિવાર હોવાથી  બેન્કોમાં કામકાજનો મર્યાદિત સમય હોય છે. એટલે અમારી પાસે જેટલી નોટ્સ હતી તે શુક્રવારે જ બેન્કોમાં જમા કરાવી દીધી છે.