આજે વિશ્વભરમાં વર્લ્ડ બ્રેઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. મગજ એટલે કે બ્રેઈન માનવ શરીરનું સૌથી જટિલ અને આવશ્યક અંગ છે. તે આપણા બધા વિચારો, લાગણીઓ અને પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મગજના આ મહત્વને ધ્યાનમાં રાખીને દર વર્ષે 22 જુલાઈએ વર્લ્ડ બ્રેઈન ડે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ મગજના સ્વાસ્થ્ય અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર વિશે જાગૃતિ લાવવાનો છે.
વર્તમાન સમયમાં આપણી જીવનશૈલી ઝડપથી બદલાઈ રહી છે. દરેક વય અને જાતિના લોકો મગજની વિવિધ વિકૃતિઓનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં, આ દિવસનો હેતુ મગજના સ્વાસ્થ્ય અને વિકૃતિઓ વિશે જનજાગૃતિ વધારવાનો છે. આવો જાણીએ શું છે આ દિવસનો ઈતિહાસ અને તેનો હેતુ-
વર્લ્ડ બ્રેઈન ડે 2023 ક્યારે છે?
વર્લ્ડ બ્રેઈન ડે દર વર્ષે 22 જુલાઈના રોજ વિશ્વભરમાં મનાવવામાં આવે છે. આ દિવસ ન્યુરોલોજીકલ પરિસ્થિતિઓથી પ્રભાવિત વ્યક્તિઓ માટે શિક્ષણ, સંશોધન અને સમર્થનને પ્રોત્સાહન આપે છે.
વર્લ્ડ બ્રેઈન ડે નો ઇતિહાસ
વર્લ્ડ ફેડરેશન ઓફ ન્યુરોલોજી (WFN) ની સ્થાપના 22 જુલાઈ, 1957 ના રોજ કરવામાં આવી હતી. આ પછી, 22 સપ્ટેમ્બર, 2013 ના રોજ જાહેર જાગૃતિ અને હિમાયત સમિતિએ 22 જુલાઈને “વર્લ્ડ બ્રેઈન ડે ” તરીકે ઉજવવાનું સૂચન કર્યું. આ સૂચન બાદ, બોર્ડે ફેબ્રુઆરી 2014માં તેની બેઠકમાં આ વિચાર પર વિચાર કર્યો અને ત્યારથી તે દર વર્ષે વાર્ષિક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.
વર્લ્ડ બ્રેઈન ડે નું મહત્વ
આ દિવસે વિશ્વભરની વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓના લોકો વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મગજના સ્વાસ્થ્ય અને તેનાથી સંબંધિત રોગો વિશે જાગૃતિ લાવવા પહેલ કરે છે. આ ઉપરાંત, જાહેર આરોગ્ય સંસ્થાઓ, બિન-સરકારી સંસ્થાઓ મગજના સ્વાસ્થ્ય અને ન્યુરોલોજીકલ રોગોની રોકથામ પર માહિતી પ્રસારિત કરવા માટે સહયોગ કરે છે.
વર્લ્ડ બ્રેઈન ડે ની થીમ
દર વર્ષે આ દિવસ એક ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે. આ કિસ્સામાં વર્લ્ડ બ્રેઈન ડે 2023 માટે આ વર્ષની થીમ વિશે વાત કરીએ તો, “Brain Health and Disability: Leave No One Behind” નક્કી કરવામાં આવ્યું છે.