Site icon Revoi.in

આજે વિશ્વ પર્યાવરણ દિવસ:જાણો તેનો ઈતિહાસ અને આ વખતની થીમ   

Social Share

વિશ્વ પર્યાવરણ દિવસ 2022 સ્વચ્છ વાતાવરણમાં સ્વસ્થ માનવીનો વિકાસ થાય છે.તેથી, આપણા પર્યાવરણને સ્વચ્છ રાખવું એ આપણી પ્રાથમિક જવાબદારી છે.પર્યાવરણની સીધી અસર આપણા જીવન પર પડે છે, પરંતુ દોડતી જીંદગી અને આધુનિક જીવનશૈલી અપનાવીને આપણે આપણા પર્યાવરણને જોખમમાં મૂકી દીધું છે.વિશ્વને આ જોખમોથી વાકેફ કરવા અને લોકોને તેની કાળજી લેવાનો સંદેશ આપવા માટે દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે.

આ દિવસે લોકોને અપીલ કરવામાં આવે છે કે,તેઓ તેમની આસપાસના કુદરતી સંસાધનોને સુરક્ષિત રાખવા માટે પગલાં ભરે. આપણા સૌની ફરજ છે કે આપણે આપણા પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે સતત પ્રયત્નો કરતા રહીએ.આજે લોકો વિવિધ રોગોનો શિકાર બની રહ્યા છે, જેના કારણે જીવનશૈલીની સાથે આપણું વાતાવરણ પણ પ્રદૂષિત થઈ રહ્યું છે.આજે આપણી પાસે પીવાનું શુદ્ધ પાણી નથી કે શ્વાસ લેવા માટે શુદ્ધ હવા નથી, તો પણ આપણે પર્યાવરણના રક્ષણ માટે એક પણ સકારાત્મક પગલું નથી ભરી રહ્યા.આનું પરિણામ ભવિષ્યમાં ખૂબ જ ઘાતક બની શકે છે.

વિશ્વ પર્યાવરણ દિવસ 2022 ની થીમ 

આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ “ઓનલી વન અર્થ” છે. 1972માં સ્ટોકહોમમાં એક કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ઓનલી વન અર્થ સૂત્ર આપવામાં આવ્યું હતું.ત્યારથી વાર્ષિક વૈશ્વિક કાર્યક્રમ શરૂ થયો છે.સ્વીડન આ કોન્ફરન્સના 50 વર્ષની યાદગીરીમાં આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસનું આયોજન કરી રહ્યું છે.

વિશ્વ પર્યાવરણ દિવસનો ઇતિહાસ

વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5મી જૂને ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો છે. સમગ્ર વિશ્વમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે, જે પર્યાવરણ અને આપણા જીવન પર ખરાબ અસર કરી રહ્યું છે. 5 જૂન 1972ના રોજ, યુનાઈટેડ નેશન્સે વિશ્વ પર્યાવરણ દિવસનો પાયો નાખ્યો હતો, ત્યારબાદ દર વર્ષે આ દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સૌપ્રથમવાર 5 જૂન 1972 ના રોજ સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં તેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લોકોને પર્યાવરણ બચાવવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.