1. Home
  2. ગુજરાતી
  3. આજે હિન્દી દિવસ- જાણો તેનું મહત્વ અને તેનો ઈતિહાસ
આજે હિન્દી દિવસ- જાણો તેનું મહત્વ અને તેનો ઈતિહાસ

આજે હિન્દી દિવસ- જાણો તેનું મહત્વ અને તેનો ઈતિહાસ

0
Social Share
દિલ્હીઃ હિન્દી ભાષા વિશ્વની મુખ્ય ભાષાઓમાંની એક છે. હિન્દીને ભારતની   ઓળખ તરીકે પણ જોઈ શકાય છે. જો કે, હિન્દી ભાષા ભારત સહિત અન્ય ઘણા દેશોમાં બોલાય છે. હિન્દી ભાષા વિદેશમાં રહેતા ભારતીયોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે.
ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. ભારત તમામ રાજ્યોમાં રહેતા લોકોને હિન્દીના મહત્વથી વાકેફ કરવા અને તેનો પ્રચાર કરવા હિન્દી દિવસની ઉજવણી કરે છે. સામાન્ય વાતચીતમાં હિન્દી ભાષાનો ઉપયોગ ઓછો થવા લાગ્યો છે, તેને પ્રોત્સાહન આપવા અને આવનારી પેઢીઓને હિન્દી તરફ પ્રેરિત કરવા માટે ભારતમાં દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
શા માટે ઉજવવામાં આવે છે આજનો દિવસ

ભારતભરમાં 14 મીસપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે કારણ કે 14 સપ્ટેમ્બર વર્ષ  1949 માં હિન્દી ભાષાને આપણા દેશમાં સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો ત્યારથી આ દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવાય છે.

ઘણા દિગ્ગજોએ હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવાની માંગ ઉઠાવી હતી, જોકે હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દેશની તમામ સરકારી કચેરીઓમાં હિન્દીનો ઉપયોગ થાય છે.

આ સહીત લોકોને હિન્દીના મહત્વ વિશે જાગૃત કરવા અને તેની પ્રેક્ટિસ વધારવા માટે આજે પણ હિન્દીમાં સરકારી દસ્તાવેજો તૈયાર કરવામાં આવે છે. હિન્દીની આ ઉપયોગીતાને કારણે, ભારતીયો દર વર્ષે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવે છે.1947 માં ભારત સ્વતંત્ર થયું ત્યારે દેશની સામે સૌથી મોટો પ્રશ્ન સત્તાવાર ભાષાની પસંદગીનો હતો. ભારત હંમેશા વિવિધતાનો દેશ રહ્યો છે, અહીં સેંકડો ભાષાઓ અને બોલીઓ બોલાય છે.

રાષ્ટ્રભાષા ઘણઓ વિચાર વિમર્શ કર્યા બાદ હિન્દી અને અંગ્રેજી ભાષાને નવા રાષ્ટ્રની ભાષા બનાવાઈ, બંધારણ સભાએ અંગ્રેજોની સાથે દેવનાગરી લિપિમાં લખેલી હિન્દીને રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી ત્યારથી આ દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવાયો.આ દિવસે  જ તાત્કાલિન પ્રધાનમંત્રી  જવાહરલાલ નહેરુએ દર વર્ષે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. 14 સપ્ટેમ્બર  વર્ષ 1953 ના દિવસે ભારતમાં પ્રથમ વખત   હિન્દી દિવસ ઉવવાયો હતો.

ઉલ્લેખનીય છે કે હિન્દીની ભૂમિકા અને મહત્વ ઘણું ઊંડું છે. આ કારણોસર વર્ષમાં બે વાર હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. હિન્દી દિવસ વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે, પ્રથમ જાન્યુઆરી મહિનામાં અને બીજી સપ્ટેમ્બર મહિનામાં. ભારતમાં હિન્દી દિવસ માટે ખાસ દિવસ નક્કી કરવામાં આવ્યો છે. ભારતમાં 22 ભાષાઓ અને તેમની 72507 સ્ક્રિપ્ટો છે. એક દેશમાં ઘણી બધી ભાષાઓ અને વિવિધતા વચ્ચે, હિન્દી એ ભાષા છે જે ભારતને એક કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code