- આજે વિશ્વ કિડની દિવસની કરાઈ રહી છે ઉજવણી
- કિડનીને લગતા રોગો પ્રત્યે જાગૃતિ માટે ઉજવણી
- આ ખોરાકનું સેવન કરવું કિડની માટે હાનિકારક
દર વર્ષે 11 માર્ચે દુનિયાભરમાં વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ લોકોને કિડનીને લગતા રોગો પ્રત્યે જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે છે. લોકોને વિવિધ કાર્યક્રમો દ્વારા જાગૃત કરવામાં આવે છે. આ વખતે કિડની ડેની થીમ કિડની હેલ્થ ફોર એવરીવેયર લિવિંગ વેલ વિદ કિડની ડિસીઝ છે.
દરેક લોકો જાણે છે કે, સ્વસ્થ સ્વાસ્થ્ય માટે સારો આહાર કેટલો મહત્વપૂર્ણ છે,પરંતુ આજની દોડધામવાળી જીંદગીમાં લોકો તેમના ખાવા પીવાની ટેવ પ્રત્યે બેદરકાર રહે છે. જેના કારણે આપણે વિવિધ રોગોનો ભોગ બનીએ છીએ. તેથી તે મહત્વનું છે કે, આપણે આપણા ખોરાકની વિશેષ કાળજી રાખીએ. કિડની એ શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે આપણા શરીરમાંથી ગંદકી દુર કરવાનું કામ કરે છે. તેથી જ કિડની આપણી જીવનશૈલી પર સૌથી વધુ અસર કરે છે.
કિડનીના દર્દીઓએ દરરોજ તેમના આહારમાં પોટેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમની 2000 મિલિગ્રામ માત્રા લેવી જોઈએ. આનાથી વધારે તમારા માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. તો,ચાલો જાણીએ એવા ખોરાક વિશે કે જેમાં આ વસ્તુઓનું પ્રમાણ વધારે છે. જેના કારણે આ ચીજોનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
બ્રાઉન રાઇસ
બ્રાઉન રાઇસમાં ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે કિડની માટે હાનિકારક છે. તમે તેના બદલે સફેદ ચોખા અથવા દલિયાનો ઉપયોગ કરી શકો છો.
કેળા
કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે કિડનીના દર્દીઓ માટે હાનિકારક છે. તમે તેના બદલે પાઈનેપલ ખાઈ શકો છો.
પેકેજ્ડ ફૂડ
પેકેજ્ડ ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પેકેજ્ડ ફૂડમાં મીઠું અને સોડિયમની વધુ માત્રા હોય છે, જે કિડનીના દર્દીઓ માટે નુકસાનકારક છે.
-દેવાંશી