Site icon Revoi.in

આજે વિશ્વ સંગીત દિવસ,જાણો તેનો ઈતિહાસ અને મહત્વ વિશે

Social Share

ગીત સાંભળવા સૌ કોઈને પસંદ હોય છે.ભાગ્યે જ કોઈ એવું હશે જેને સંગીત પસંદ નહીં હોય.ઘણા લોકો ગીતને મોટે-મોટેથી સાંભળશે.સંગીત એ જીવનનો એક અભિન્ન ભાગ છે તે કહેવું કંઈ ખોટું નથી કારણ કે તે તમારા આત્માને સ્પર્શ કરે છે અને સુમેળ અને સુખમાં વધારો કરે છે.ત્યારે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સાથે સાથે વિશ્વ સંગીત દિવસની પણ ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે અહીં જાણો આ દિવસના મહત્વ અને ઈતિહાસ વિશે

આ દિવસની શરૂઆત કઈ રીતે થઇ ?

ફ્રાંસમાં 21 જૂન 1982ના રોજ પ્રથમ વખત ‘વર્લ્ડ મ્યુઝિક ડે’ની ઉજવણી કરવામાં આવી હતી.ફ્રાન્સના મંત્રી મૌરિસ ફ્લુરેટે આ દિવસને બધાની સામે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.જેને વર્ષ 1981માં સ્વીકારવામાં આવ્યો હતો. આ પછી, ફ્રાન્સના આગામી સંસ્કૃતિ પ્રધાન, જેક લેંગે, વર્ષ 1982માં દર વર્ષે ‘વિશ્વ સંગીત દિવસ’ ઉજવવાની જાહેરાત કરી. 21 જૂનને વર્ષનો ‘સૌથી લાંબો’ દિવસ પણ માનવામાં આવે છે. આ દિવસે ‘વિશ્વ યોગ દિવસ’ પણ ઉજવવામાં આવે છે.

બાદમાં વર્ષ 1985માં અન્ય દેશોએ પણ આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. તે પછી 1997 માં બુડાપેસ્ટમાં યુરોપિયન મ્યુઝિક ફેસ્ટિવલમાં એક ચાર્ટર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.આ દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘વિશ્વ સંગીત દિવસ’ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે.

આ વિશે બહુ ઓછા લોકો જાણે છે કે ‘વિશ્વ સંગીત દિવસ’ની થીમ શું છે? વાસ્તવમાં આ દિવસે સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા મોટા ગાયકો અને સંગીતકારોનું સન્માન કરવામાં આવે છે. આ માટે વિશ્વભરમાં મોટા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. લોકો સંગીતને લગતા કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લે છે. આ દરમિયાન સંગીતકારો અને ગાયકોનું સન્માન કરવામાં આવે છે. દર વર્ષે આ દિવસ માટે અલગ થીમ નક્કી કરવામાં આવે છે અને આ વખતે પણ કંઈક આવું જ કરવામાં આવ્યું છે. આ વખતે થીમ છે Music On The Intersections.

આ દિવસને ‘મેક મ્યુઝિક ડે,’ અને ફ્રેન્ચમાં ‘ફેટ દ લા મ્યુઝિક’ તરીકે પણ ઓળખાય છે.દર વખતે ‘વર્લ્ડ મ્યુઝિક ડે’ની ઉજવણીમાં 120થી વધુ દેશો ભાગ લે છે. Fête de la Musique અંતર્ગત ઘણા દેશો ઉપરાંત ફ્રાન્સ, ભારત, કેનેડા, અમેરિકા, જર્મની, ચીન અને ઑસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોમાં સંગીત સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં લોકોએ કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડતો નથી. આ સંપૂર્ણપણે મફત છે.