આજે વિશ્વ જનસંખ્યા દિવસઃ જાણો તેનો ઈતિહાસ અને આ વર્ષની થીમ
દિલ્હીઃ- આજે 11 જુલાઈ વિશ્વભરમાં આ દિવસની ઉજવણી વિશ્વ જનસંખ્યા દિવસ તરીકે કરવામાં આવતી હોય છે વિશ્વભરમાં વધતી વસ્તીનો અર્થ એ છે કે વસ્તી એ મુશ્કેલીનું મુખ્ય કારણ છે. જેના કારણે નિરક્ષરતા, બેરોજગારી, ભૂખમરો અને ગરીબી જેવી સમસ્છેયાઓ જન્મ લે છે. દરરોજ વસ્તી લાખોની સંખ્યામાં વધી રહી છે. વધતી જતી વસ્તીને નિયંત્રણમાં રાખવાના હેતુંથી દરવર્ષે 11 જુલાઈના રોજ વિશ્વ જનસંખ્યા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ખાસ કરીને વધતી વસ્તી વચ્ચે લોકોને જાગૃત કરવાનો આ દિવસની ઉજવણીનો હેતું છે.
આ દિવસે વસ્તીના વૈશ્વિક મુદ્દાઓ જેમ કે વધતી વસ્તી પર્યાવરણ પર કેવી અસર કરી રહી છે, તેના પર જાગૃતિ લાવવાનો પ્રયાસ હોય છે. વિશ્વની વસ્તી વૃદ્ધિ દર 1965 અને 1970 ની વચ્ચે ટોચ પર હતો, જ્યારે વસ્તી દર વર્ષે સરેરાશ 2.1 ટકાના દરે વધી હતી. 20મી સદીના મધ્યભાગથી વિકસિત દેશોમાં પુખ્ત વયના લોકોનું આયુષ્ય વધ્યું છે. 100 વર્ષ સુધી જીવતા લોકોની સંખ્યા આજે છે તેટલી ક્યારેય ન હતી.જેને લઈને હવે લોકોને કુંટુંબ નિયોજન જેવા મુદ્દાઓ પર જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આજનો દિવસ એ ગરીબી, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને લિંગ સમાનતા વિશે વાત કરવાનો દિવસ પણ છે, વૈશ્વિક વધતી વસ્તી દ્વારા ઊભા થયેલા પડકારોને પહોંચી વળવા માટે સહયોગ, જાગૃતિ અને નવીન વ્યૂહરચનાઓ પર વિચાર મંથન કરવાનો દિવસ છે.