દિલ્હીઃ- આજે 11 જુલાઈ વિશ્વભરમાં આ દિવસની ઉજવણી વિશ્વ જનસંખ્યા દિવસ તરીકે કરવામાં આવતી હોય છે વિશ્વભરમાં વધતી વસ્તીનો અર્થ એ છે કે વસ્તી એ મુશ્કેલીનું મુખ્ય કારણ છે. જેના કારણે નિરક્ષરતા, બેરોજગારી, ભૂખમરો અને ગરીબી જેવી સમસ્છેયાઓ જન્મ લે છે. દરરોજ વસ્તી લાખોની સંખ્યામાં વધી રહી છે. વધતી જતી વસ્તીને નિયંત્રણમાં રાખવાના હેતુંથી દરવર્ષે 11 જુલાઈના રોજ વિશ્વ જનસંખ્યા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
જાણો આ વર્ષની થીમ
વિશ્વભરમાં જે રીતે વસ્તી વધી રહી છે તે એક મોટી ચિંતાનો વિષ્ય છે કેટલાક દેશોમાં આજે પણ પુરુષોને મહત્વ આપવામાં આવે છે અને એટલે ક ઘણી જગ્યાએ સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોની સંખ્યા વધુ હોય છે જેને જોતા આ વર્ષના સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ વસ્તી દિવસની થીમ લિંગ સમાનતાની શક્તિને ઉજાગર કરવાની છે.
યુએન એમ માને છે કે આપણા વિશ્વની અનંત સંભાવનાઓના દરવાજા ખુલે તે માટે મહિલાઓ અને છોકરીઓનો અવાજ ઉપર ઉઠવો જરુરી છે અને સાંભળવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
જાણો આ દિવસ ઉજવવા પાછળનો હેતું
ખાસ કરીને વધતી વસ્તી વચ્ચે લોકોને જાગૃત કરવાનો આ દિવસની ઉજવણીનો હેતું છે.
આ દિવસે વસ્તીના વૈશ્વિક મુદ્દાઓ જેમ કે વધતી વસ્તી પર્યાવરણ પર કેવી અસર કરી રહી છે, તેના પર જાગૃતિ લાવવાનો પ્રયાસ હોય છે. વિશ્વની વસ્તી વૃદ્ધિ દર 1965 અને 1970 ની વચ્ચે ટોચ પર હતો, જ્યારે વસ્તી દર વર્ષે સરેરાશ 2.1 ટકાના દરે વધી હતી. 20મી સદીના મધ્યભાગથી વિકસિત દેશોમાં પુખ્ત વયના લોકોનું આયુષ્ય વધ્યું છે. 100 વર્ષ સુધી જીવતા લોકોની સંખ્યા આજે છે તેટલી ક્યારેય ન હતી.જેને લઈને હવે લોકોને કુંટુંબ નિયોજન જેવા મુદ્દાઓ પર જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આજનો દિવસ એ ગરીબી, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને લિંગ સમાનતા વિશે વાત કરવાનો દિવસ પણ છે, વૈશ્વિક વધતી વસ્તી દ્વારા ઊભા થયેલા પડકારોને પહોંચી વળવા માટે સહયોગ, જાગૃતિ અને નવીન વ્યૂહરચનાઓ પર વિચાર મંથન કરવાનો દિવસ છે.
ક્યારથી ઉજવાય છે આ દિવસ?
આ વાત છે વર્ષ 1987 ની કે જ્યારે 11 જુલાઈના રોજ, વિશ્વની વસ્તી 5 અબજ સુધી પહોંચી ગઈ હતી. આવી સ્થિતિમાં, લોકોને વધતી જતી વસ્તી અને પર્યાવરણ અને વિકાસ પર તેની અસરથી સંબંધિત મુદ્દાઓ વિશે જાગૃત કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી. આને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું.
જાણો વિશ્વની કુલ વસ્તી કેટલી?
વિશ્વની વસ્તી ‘યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ’ના ડેટા મુજબ , વિશ્વની કુલ વસ્તી હાલમાં 8 અબજને વટાવી ગઈ છે. આ મુજબ, 15 નવેમ્બર, 2022 એ દિવસ હતો જ્યારે વિશ્વની વસ્તી 8 અબજ સુધી પહોંચી હતી. આમાં, 65 ટકા વસ્તી 15 થી 64 વર્ષની વય જૂથની છે. 65 વર્ષથી ઉપરના લોકોનો કુલ હિસ્સો 10 ટકા છે અને 14 વર્ષથી નીચેના લોકોનો હિસ્સો 25 ટકા છે.