1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આજે વિશ્વ ટપાલ દિવસ, એક જમાનો હતો જ્યારે સંદેશા વ્યવહાર માટે ટપાલ મહત્વનું પરિબળ હતું
આજે વિશ્વ ટપાલ દિવસ, એક જમાનો હતો જ્યારે સંદેશા વ્યવહાર માટે ટપાલ મહત્વનું પરિબળ હતું

આજે વિશ્વ ટપાલ દિવસ, એક જમાનો હતો જ્યારે સંદેશા વ્યવહાર માટે ટપાલ મહત્વનું પરિબળ હતું

0
Social Share

અમદાવાદઃ આજે 9મી ઓક્ટોબર વિશ્વ ટપાસ દિવસ છે. એક જમાનો હતો, તે સમયે મોબાઈલ, વોટ્સઅપ, એસએમએસ જેવા કોમ્યુનિકેશનના કોઈ સાધનો ન હતા. ત્યારે ટપાલ એ સંદેશા વ્યવહાર માટેનું મહત્વનું સાધન હતું. સારા માઠા પ્રસંગોએ ટપાલથી સંદેશની આપ-લે થતી હતી. પરંતુ મોબાઈલ ફોનનો જમાનો આવતા જ ટપાલનું મહત્વ ઘટી ગયુ છે. હવે લોકો મોબાઈલ ફોનથી જ એકબીજાની ખબર-અંતર પૂછી લે છે. એમાં ઈન્ટરનેટથી વોટ્સએપને લીધે તો દેશ-વિદેશમાં કે ગમે તેટલા દુર સગા-સંબધીઓના સંદેશાની ત્વરિત આપ-લે થઈ શકે છે. એટલે ટપાલનું મહત્વ ઘટી ગયું છે.

ભારતમાં ટપાલ ખાતુ એટલે કે પોસ્ટ વિભાગ ગામેગામ સુધી વિસ્તરેલો છે. ગામેગામ ટપાલીઓ આજે પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. પરંતુ હવે ગામડાંઓમાં પણ ટપાલી યાને પોસ્ટમેન પાસે કોઈ વધપ કામ રહ્યું નથી. કારણે કે ગામડાનો લોકો પણ હવે માબાઈલ ફોન, વોટ્સઓપનો ઉપયોગ કરવા લાગ્યા છે. શહેરોમાં પણ હવે પોસ્ટ વિભાગની કચેરીઓએ બચત,પોસપોર્ટ સહિતની અન્ય સેવા ઉપલબ્ધ બનાવી છે. એટલે ટપાલ સિવાયની સેવાઓ કાર્યરત કરી છે.

દર વરસે 9 ઑક્ટોબર ‘વિશ્વ ટપાલ દિવસ’ તરીકે ઊજવાય છે. આજના જમાનામાં પત્રવ્યવહારના પ્રમાણમાં ઘટાડો થયો છે પણ પત્ર લખવાની પરંપરા હજુ પણ સાવ વિલુપ્ત થઈ નથી. એક જમાનામાં દિવાળીની શુભકામનાઓ આપતા કાગળ, સારા-નરસા નરસા પ્રસંગોના કાગળ, દેશ-વિદેશમાં વસતા પરિવારજનોના કાગળ લઈને આવતા ટપાલીને દરેક ઘરના સભ્ય જેવું માન મળતું હતું. આઝાદીના સંઘર્ષકાળમાં મહાત્મા ગાંધી આખા દેશમાં પરિભ્રમણ કરતા હતા. દેશની આઝાદીમાં પણ ટપાલથી લોકો એકબીજાના સંદેશાની આપ-લે કરતા હતા. લોકોને તો ઘણી વાર ખબર પણ નહોતી રહેતી કે  ગાંધી બાપુ ક્યાં છે? એવા સમયે પણ લોકો સતત બાપુને કાગળ લખતા હતા. જેમને ખબર ના હોય કે ગાંધીજી હાલમાં ક્યાં છે એવા સમયે તેઓ કાગળ પર માત્ર એટલું જ લખીને કાગળ રવાના કરી દેતા હતા કે ‘મહાત્મા ગાંધી. જ્યાં હોય ત્યાં.’ એ પોસ્ટ વિભાગની જ કમાલ હતી કે સંદેશાવ્યવહારનાં ઓછાં સાધનો વચ્ચે પણ બાપુનું ઠેકાણું શોધીને એ કાગળ તેમના સુધી પહોંચાડવામાં આવતો હતો. એ રીતે આઝાદીની લડાઈમાં પોસ્ટની ભૂમિકા પણ નાની નહોતી. એક અંદાજ મુજબ, ગાંધીજીએ 31 હજારથી પણ વધારે પત્રો, ટેલિગ્રામ લખ્યા હતા જ્યારે તેમને આવનારા પત્રોની તો કોઈ સીમા જ નહોતી. સાબરમતી આશ્રમ ટ્રસ્ટ દ્વારા ગાંધીજીએ લખેલા અંદાજે 31 હજારથી વધારે પત્રો અને તેમને બીજા મહાનુભાવોએ લખેલા 8500થી વધુ પત્રોને ડિજિટલરૂપે ઉતાર્યા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code