Site icon Revoi.in

આજે મહાશિવરાત્રી: પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભકામના

Social Share

આજે દેશભરમાં મહાશિવરાત્રીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. સવારથી જ મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્દશી પર દર વર્ષે ઉજવવામાં આવતી શિવરાત્રી વર્ષની સૌથી મોટી શિવરાત્રી તરીકે ઓળખાય છે.એવામાં આજે દેશભરમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વિશેષ પ્રસંગે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહાશિવરાત્રી પર અભિનંદન પાઠવ્યા છે.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે લખ્યું છે કે,મહાશિવરાત્રીના શુભ પ્રસંગે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ. દેવી પાર્વતી અને ભગવાન શિવના લગ્નજીવનની પવિત્ર સ્મૃતિ તરીકે ઉજવાતા આ ઉત્સવમાં સમગ્ર માનવતા માટે કલ્યાણકારી થાય.

પીએમ મોદીએ અભિનંદન આપતાં ટ્વિટ કર્યું કે, મહા શિવરાત્રીના શુભ પ્રસંગે દેશવાસીઓને અનેક શુભેચ્છાઓ. હર હર મહાદેવ ! ”

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે,મહા શિવરાત્રીના શુભ પ્રસંગે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. મહાદેવ દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી કામના કરું છું. ॐ નમ: શિવાય. ”

રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યું કે,મહાશિવરાત્રીના શુભ પ્રસંગે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ! ભોલેનાથ તમારા બધાના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરે. જય ભોલે નાથ! ”

-દેવાંશી