Site icon Revoi.in

આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ,પીએમ મોદી સહીત અન્ય નેતાઓએ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ નિમિત્તે દિલ્હીમાં રાજઘાટ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

પીએમ હવે સાંજે 5 વાગ્યે બિરલા હાઉસ જશે અને ભજન કાર્યક્રમમાં ભાગ લેશે. 1948માં આ દિવસે નાથુરામ ગોડસેએ બિરલા હાઉસમાં મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,તેમના આદર્શ વિચારોને વધુ લોકપ્રિય બનાવવાનો અમારો સામૂહિક પ્રયાસ છે.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું, ‘બાપુને તેમની પુણ્યતિથિ પર યાદ કરું છું. તેમના આદર્શ વિચારોને વધુ લોકપ્રિય બનાવવાનો અમારો સામૂહિક પ્રયાસ છે.” તેમણે કહ્યું, ‘શહીદ દિવસ પર, હું એવા તમામ મહાન લોકોને શ્રદ્ધાંજલિ આપું છું જેમણે બહાદુરીપૂર્વક આપણા દેશની રક્ષા કરી હતી. તેમની સેવા અને બહાદુરી હંમેશા યાદ રાખવામાં આવશે.

પીએમ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી હતી

મહાત્મા ગાંધી 30 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીના બિરલા હાઉસમાં હતા. સાંજે લગભગ 5.15 વાગ્યે ગાંધીજી પ્રાર્થના માટે બહાર આવ્યા.ગાંધીજી સાથે આભા અને મનુ પણ પણ હતી. ત્યારે અચાનક નાથુરામ ગોડસે ગાંધીજીની સામે આવી ગયા. નાથુરામ ગોડસેએ સૌથી પહેલા મહાત્મા ગાંધીને નમસ્કાર કર્યા હતા. આ પછી નથુરામ ગોડસેએ ગાંધીજી પર 3 ગોળીઓ મારી હતી.2 ગોળી ગાંધીજીના શરીરને આરપાર વાગી હતી, જ્યારે 1 ફસાઈ ગઈ હતી. જેના કારણે મહાત્મા ગાંધીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.