Site icon Revoi.in

લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર થયેલી એક્ટ્રેસ રિમી સેનનો આજે 40મો જન્મદિવસ – ખૂબ ઓછી ફિલ્મો કરીને પણ બનાવી ઓળખ

Social Share

મુંબઈઃ-ફિલ્મ હંગામાની અજલી આજે પણ આપણાને યાદ છે,જે છે બોલિવૂડ અભિનેત્રી રિમી સેન, એક સમયે બોલીવુડની સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. રિમી આજે પોતાનો 40 મો જન્મદિવસ માનાવી રહી છે.એ વાત એલગ છે કે છેલ્લા ઘણા વ્રષોથી તે કોઈ ફિલ્મોમાં કામ કરતી જોવા મળી નથી, રિમીનો જન્મ 21 સપ્ટેમ્બર 1981 ના રોજ કોલકાતામાં થયો હતો. રિમીએ હંગામા, ધૂમ, બાગબાન, ગોલમાલ જેવી ફિલ્મોમાં જુદા જુદા પાત્રો ભજવ્યા હતા, પરંતુ તેણીને તેની વાસ્તવિક ઓળખ માત્ર કોમેડી ફિલ્મોથી મળી હતી.

રિમી સેન ખાસ કરીને પોતાની સુંદરતા અને ફિટ બોડી માટે પણ જાણીતી હતી. પરંતુ સતત હિટ ફિલ્મો આપ્યા બાદ પણ રિમીએ બોલીવુડને અલવિદા કહી દીધું. એટલું જ નહીં, તે બિગ બોસમાં પણજોવા મળી હતી, જેના માટે તેણે બે કરોડની મોટી રકમ લીધી હતી.છેલ્લા 10 વર્ષથી તેણે ફિલ્મી દુનિયાથી એક દૂરી બનાવી લીદી છે.

અભિનેત્રી રિમી સેન એ પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. આ સાથે જ ઘણા વિજ્ઞાપનોમાં પણ કામ કર્યું, આ સાથે જ મોડેલિંગમાં પણ તેણે ઘણી નામના મેળવી,  રિમીને પહેલો બ્રેક ફિલ્મ હંગામાથી મળ્યો હતો. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી.

તેણે એક ઈન્ટર્વ્યૂમાં પોતાની જાતને ફર્નીચર કહ્યું હતું, કારણ કે તે પોતે ગ્લેમરચ ફિલ્મ કરીને કંટાળી હતી,રિમી સેનને એક સમયે માત્ર કોમેડી ફિલ્મો મળતી થઈ હતી. પછી હેરા ફેરી, હંગામા અને ગોલમાલ જેવી ફિલ્મોમાં પણ તેણે કામ કરીને ખૂબ જ નામના મેળવી.