આજે સતત નવમા દિવસે દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર
- દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર
- સતત નવમાં દિવસે ભાવ રહ્યા સ્થિર
- જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
દિલ્હી :સરકારી તેલ કંપનીઓ દ્વારા સતત 9 મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગયા સપ્તાહે પેટ્રોલની કિંમત 13 થી 15 પૈસા ઘટી હતી, જ્યારે ડીઝલની કિંમત 14-15 પૈસા ઘટી હતી.પરંતુ અત્યારે પણ મોટા મોટા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી ઉપર છે.
આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 88.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.26 રૂપિયા અને ડીઝલની કિંમત 96.19 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 101.62 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 91.71 રૂપિયા પ્રતિ લીટર છે.તો,ચેન્નઈમાં પેટ્રોલ 98.96 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.