ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે, 17 નવેમ્બરે છેલ્લો દિવસ.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત બીજા તબક્કાની પાંચ ડિસેમ્બરે બાકી રહેલા 14 જીલ્લાની 93 બેઠકો માટેનું ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. હાલમાં બીજા તબક્કા માટે કુલ 900 થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે.
ચૂંટણી પંચ દ્વારા હાલમાં ગુજરાત વિધાનસભામાં જે ચૂંટણીનું આયોજન છે તેમાં પ્રથમ તબક્કાની 19 જીલ્લાની કુલ 89 બેઠકો માટેના ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે અને તેમાંથી સ્ક્રુટિની બાદ કુલ 999 ઉમેદવારી પત્રો મંજૂર કરવામાં આવ્યા છે. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી ચૂંટણી લડનારા આખરી મંજૂર થયેલા ઉમેદવારોનો આંકડો આવતીકાલે 18 નવેમ્બરે સ્ક્રુટિની પછી નક્કી થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે.
અમદાવાદ શહેર તથા ગ્રામ્યની પાંચ સહિત કુલ 21 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા લગભગ બધાં જ ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયાં છે.
ઉલ્લેખનીયછે કે ભાજપના ગઢ જેવા ગણાતા ઘાટલોડિયાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે હાલના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ગઈકાલે ઉમેદવારી નોંધાવી છે. તેમણે ઘત્લોદીયાના પ્રભાત ચોકથી એસ.જી.હાઇવે ના મધ્યસ્થ કાર્યલય સુધી રેલી સ્વરૂપે ભાજપના નેતાઓ અને કાર્યકરોને જોડ્યા હતા.
(ફોટો:ફાઈલ)