- જામકંડોરણા ખાતે રામદેવજીની યાત્રા નિકાળવામાં આવી
- આજે અનેક સ્થળો રથયાત્રા નીકાળાઈ
રાજકોટઃ- આજરોજ અષાઢી બીજના દિવસે ગુજરાત રાજ્યોના 70થી પણ વધુ શહેરોમાં ઠાઠામાઠ સાથએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકાળવામાં આવી છે, ખાસ કરીને અમદાવાદની રથયાત્રા સૌથી મોટી હોય છે ત્યારે અનેક શહેરોમાં રણ આજે ભગવાન જગન્નાથને શહેરમાં ફરવા માટે રથમાં લઈ જવામાં આવે છે ત્યારે રાજકોટના જામકંડોરણામાં ભગવાન રામદેવજીની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે સનાતન યુવક મંડળ આયોજીત અષાઢી બીજની ભગવાન રામદેવજીની ભવ્ય શોભા નીકળી હતી આ રથયાત્રામાં અનેક લોકો તથા જારકિય પક્ષો જોડાયા હતાઆજરોજ સવારે 8 કલાકે આ યાત્રાનો આરંભ કરાવાયો હતો.
સવારે 8 કલાકે આ શોભાયાત્રા રામજી મંદિરથી આરંભ થઈને શહેરના વિસ્તારો એવા પટેલ ચોક, ડંકી ચોક, ભાદરા નાકા, બસ સ્ટેશન, બાલાજી ચોક, નગરનાકા થઇ શ્રી રામજી મંદિરે પુર્ણ થઇ હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અનેક લોકોએ રસ્તાઓ પર આવીને ભગવાનના દર્શન કરવાનો લ્હાવો લીધો હતો.
આ રથયાત્રામાં મુખ્ય રથમાં ભગવાન રામદેવજી મહારાજની પ્રતિમાં અને સંત શ્રી રમેશબાપુ દાણીધારીયા બિરાજમાન થયા હતા જેમના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી ઉલ્લેખનીય છે કે આજના આ દિવસે રાજ્યના અનેક શહેરોમાં શોભાયાત્રા અને રથયાત્રા નિકાળવામાં આવે છે જેમાં ભગવાન જગન્નાથ સિવાય પણ ઘણ ાભગવાનની શોભા યાત્રા નીકાળવામાં આવતી હોય છે.