Site icon Revoi.in

આજે બુદ્ધ પૂર્ણિમાં, ભગવાન ગૌતમ બુદ્ધને માનવામાં આવે છે વિષ્ણુનો નવમો આવતાર

Social Share

 

આજે દેશૃ-વિદેશમાં બુદ્ધપૂર્ણિમાનો તહેવાર મનાવાઈ રહ્યો છે,: ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ વૈશાખ મહિનાની પૂર્ણિમા પર થયો હતો, આ મહિનાની પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે. મહાત્મા બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે. જ્યારે ઇતિહાસકારો માને છે કે ગૌતમ બુદ્ધનો જન્મ 563-483 બીસીમાં થયો હતો.

એકદંત કથા પ્રમાણે ભગવાન બુદ્ધનો જન્મ લુમ્બિની ખાતે એક રજવાડા પરિવારમાં સિદ્ધાર્થ ગૌતમ તરીકે થયો હતો. એક દંતકથા અનુસાર, ગૌતમ બુદ્ધના જન્મ પછી, અસિતા નામના જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક મોટો થઈને એક મહાન ધાર્મિક શિક્ષક બનશે અને દરેકને સત્યનો માર્ગ બતાવશે.

29 વર્ષની આયુમાં મહાત્મા બુદ્ધે પોતાનુ રાજ્ય ત્યજીને વૈરાગ્ય અને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો. અનેક વર્ષે સુધી અનેક સ્થાન પર ફર્યા અને 25 વર્ષની આયુમાં બોધગયામાં એક પીપળાના વૃક્ષ નીચે બેસીને સાધના કરી.
ભારત ઉપરાંત અન્ય ઘણા દેશોમાં પણ બુદ્ધ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. આ દેશોમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે જેઓ મહાત્મા બુદ્ધના આદર્શોને અનુસરે છે અને તેમને તેમના ભગવાન માને છે. આ દેશોમાં ચીન, નેપાળ, સિંગાપોર, વિયેતનામ, થાઈલેન્ડ, જાપાન, કંબોડિયા, મલેશિયા, શ્રીલંકા, મ્યાનમાર, ઈન્ડોનેશિયા અગ્રણી છે. જ્યારે ઉત્તર પ્રદેશના કુશી નગર જિલ્લામાં આ પ્રસંગે મેળો ભરાય છે. જે લોકો બૌદ્ધ ધર્મમાં માનતા હોય છે તેઓ આ દિવસે તેમના ઘરને ફૂલો અને દીવાઓથી શણગારે છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર, મહાત્મા બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે. લોકો આ દિવસે વ્રત રાખે છે. બૌદ્ધ ધર્મના લોકો આ દિવસને તહેવાર તરીકે ઉજવે છે. બધા લોકો તેમના ધાર્મિક સ્થળોએ ભેગા થાય છે અને સામૂહિક રીતે પૂજા કરે છે અને દાન આપે છે.

આજના દિવસે શું ખાસ કરવામાં આવે છે

આ સહીત બૌદ્ધ અને હિન્દુ ધર્મના લોકો બુદ્ધ પૂર્ણિમાની ખૂબ જ ભક્તિ સાથે ઉજવણી કરે છે. બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર બુદ્ધના ધર્મના આદર્શો અને માર્ગને અનુસરવાની પ્રેરણા આપે છે. આ તહેવાર સૌને શાંતિનો સંદેશ આપે છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ આ દિવસે પૂજા કરવા માટે બોધગયાની મુલાકાત લે છે. લોકો બોધિ વૃક્ષની પૂજા કરે છે. બોધિ વૃક્ષ પીપળનું વૃક્ષ છે અને આ દિવસે તેની પૂજા કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. આ સહીત આજના દિવસે દૂધ અને અત્તર મિશ્રિત પાણી ઝાડને ચઢાવવામાં આવે છે.

આ સહીત ઉત્તર ભારતમાં એવી માન્યતા છે કે મહાત્મા બુદ્ધ ભગવાન વિષ્ણુનો નવમો અવતાર છે, પરંતુ દક્ષિણ ભારતમાં બલરામને વિષ્ણુનો નવો અવતાર માનવામાં આવે છે. આ દિવસે ગૌતમ બુદ્ધના અનુયાયીઓ ગંગામાં સ્નાન કરીને સફેદ વસ્ત્રો પહેરીને દાનનો લાભ લે છે. સફેદ રંગ શુદ્ધતા અને સત્યતાનું પ્રતીક છે. સફેદ વસ્ત્રો પહેરનાર વ્યક્તિનું મન શાંત અને શુદ્ધ રહે છે.